________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ९ तहि जगत्त्रयवैचित्रीसूत्रणेऽपि तदेव सूत्रधारायतां, किमीश्वरकल्पनया । तनायमसिद्धो हेतुः । न चानैकान्तिकः । साध्यसाधनयोाप्तिग्रहणेन व्यभिचाराभावात् । नापि विरुद्धः । अत्यन्तं विपक्षव्यावृत्तत्वात् । आत्मगुणाश्च बुद्धयादयः शरीर एवोपलभ्यन्ते, ततो गुणिनापि तत्रैव भाव्यम् । इति सिद्धः कायप्रमाण आत्मा ॥
(અનુવાદ) શંકા- આત્માને અદષ્ટ (ભાગ્ય) નામનો એક વિશેષ ગુણ છે અને તે અદષ્ટ ગુણ ઉત્પત્તિમાન સર્વ પદાર્થનું નિમિત્ત કારણ છે. તેમજ તે સર્વ વ્યાપક છે. જે તે અદષ્ટ સર્વવ્યાપક ના હોય તે અમુક સ્થાનમાં રહેલે પુરુષ, અન્ય દ્વીપમાં રહેલી સુવર્ણ, ચંદન અને સ્ત્રી આદિ ઉપભોગ્ય વસ્તુને સંપાદન કઈ રીતે કરી શકે? માટે ગુણ, ગુણીને છેડીને અન્યત્ર નહીં રહે તે હેવાથી, સિદ્ધ થાય છે કે આત્માનું પણ સર્વવ્યાપક પણું છે.
સમાધાન : આત્માને ગુણ અદષ્ટ સર્વવ્યાપક છે; તેમાં કઈ પ્રમાણુ નથી. એમ ના કહેશે કે અગ્નિનું ઊર્ધ્વગમન, વાયુનું તિર્યમ્ વહન વગેરેમાં અદષ્ટ કારણ છે. તેથી તેની સિદ્ધિ કરનાર પ્રમાણ અવશ્ય છે. કેમકે અગ્નિનું ઊર્ધ્વગમન અને વાયુનું તિછું વહન વગેરે અદષ્ટના બળથી જ થાય છે, તેમ નથી. કારણ કે અગ્નિમાં જેમ દહન શકિત સ્વાભાવિક છે તેમ અવિનની ઊર્વગતિ, અને વાયુની તિરછી ગતિ પણ સ્વાભાવિક જ છે, અદષ્ટના બળે નહીં. એમ ના કહેશે કે અગ્નિમાં જે દાહક શક્તિ છે તેમાં પણ અદષ્ટ જ કારણ છે. તે તે ત્રણે લેકની વિચિત્ર પ્રકારની રચનામાં અદષ્ટને જ કારણ માને ! ફેગટ જગતકર્તા ઈશ્વરની કલ્પના કરવાની શી જરૂર ? આત્માના ગુણે સર્વત્ર ઉપલબ્ધ હોતા નથી, તે અમારો હેતુ અસિદ્ધ નથી, જે જે પદાર્થોના ગુણો સર્વવ્યાપી હતા. નથી, તે તે પદાર્થો પણ સર્વવ્યાપી હોતા નથી. આ વ્યાપ્તિ અસર્વગત એવા આત્મા રૂપ સાધ્યની સાથે સંબદ્ધ હોવાથી અનૈકાતિક પણ નથી. વળી સર્વત્ર ગુણેની. અનુપલબ્ધિ રૂપ હેતુ સર્વગત રૂપ વિપક્ષમાં નહીં રહેવાથી, વિરૂદ્ધ પણ નથી. તેથી આત્માના જ્ઞાનાદિગુણ શરીરને વિષે દેખાતા હોવાથી ગુણ (આત્મા) પણ શરીરમાં જ હોય છે. તેથી સિદ્ધ થાય છે કે આત્મા શરીરપ્રમાણ છે, અર્થાત્ શરીર જેવડે આત્મા છે.
(टीका) अन्यच्च त्वयात्मनां बहुत्वमिष्यते "नानात्मानो व्यवस्थातः" इति वचनात् , ते च व्यापकाः । ततस्तेषां प्रदीपप्रभामण्डलानामिव परस्परानुवेधे तदाश्रितशुभाशुभकर्मणामपि परस्परं सङ्करः स्यात् । तथा चैकस्य शुभकर्मणा अन्यः सुखी भवेद्, इतरस्याशुभकर्मणा चान्यो दुःखीत्यसमञ्जसमापद्यते । अन्यच्च, एकस्यैवात्मनः स्वोपात्तशुभकर्मविपाकेन सुखित्वं, परोपार्जिताशुभकर्मविपाकसम्बन्धेन च दुःखित्वमिति युगपत्सुखदुःखसंवेदनप्रसङ्गः । अथ स्वावष्टब्धं भोगायतनमाश्रित्यैव शुभाशुभयोर्भोगः, तर्हि स्वोपार्जितमप्यदृष्ट कथं भोगायतनाद् बहिनिष्क्रम्य बढेरूद्धज्वलनादिकं करोति इति चिन्त्यमेतत् ॥