________________
स्याद्वादमंजरी
મુખ્યતયા વ્યવહાર થાય છે, અને “અગ્નિ માણવક ઈત્યાદિ પ્રયોગમાં માણુવક (બાળક)માં દાહાદિ ક્રિયા નહિ રહેવાથી, માણ્વકમાં અવિન શબ્દને પ્રોગ ઉપચારથી થાય છે. તેવી રીતે સમવાયમાં જે સમવાયત્વ છે તે મુખ્ય અર્થમાં રહે છે, કેમકે જેમાં મુખ્યઅર્થ રહેતું હોય તેમાં ઉપચાર કરી શકાતો નથી. માટે સમવાયમાં સમવાયત્વ છે તે મુખ્ય છે કિન્તુ ગૌણ નથી. આ રીતે સમવાયમાં મુખ્ય સમવાયત્વ ઘટવા છતાં પણ ધર્મ અને ધમીને સંબંધ મુખ્ય સમવાયથી થાય છે. અને સમવાયમાં સમવાયત્વને સંબંધ ગૌણ સમવાયથી થાય છે. આ પ્રકારે સમવાયના મુખ્ય અને ગૌણ એમ બે ભેદ માનવા તે ગ્ય જ છે.
(टीका) किश्व, योऽयमिह तन्तुषु पट इत्यादिप्रत्ययात् समवायसाधनमनोरथः स खल्वनुहरते नपुंसकादपत्यप्रसवमनोरथम् । इह तन्तुषु पट इत्यादेर्व्यवहारस्या लौकिकत्वात् । पांशुलपादानामपि इह पटे तन्तव इत्येव प्रतीतिदर्शनात् । इह भूतले घटाभाव इत्यत्रापि समवायप्रसंगात् । यत एवाह अपिच लोकबाध इति । अपि चेति-दक्षणाभ्युच्चये, लोकः-प्रामाणिकलोकः सामान्यलोकश्च; तेन बाधो-विरोधः; लोकवायः । तदप्रतीतव्यवहारसाधनात् बाधशब्दस्य “ईहायाः प्रत्ययभेदतः" इति पुंस्त्रोलिङ्गता । तस्माद्धर्मधर्मिणोरविष्वग्भावलक्षण एष सम्बन्धः प्रतिपत्तव्यो नान्यः समवायादिः । इति काव्यार्थः ॥७॥
(અનુવાદ)
વળી આ તતુમાં પટ છે, ઈત્યાદિ પ્રત્યય દ્વારા સમવાયની સિદ્ધિ કરવાને આપનો મનોરથ, તે ખરેખર નપુંસકથી પુત્ર પ્રાપ્તિની આશા સમાન છે ! અર્થાત્ સમવાયની સિદ્ધિ કઈ પણ રીતે સંભવિત નથી, કેમકે “તખ્તમાં પટ છે ” ઈત્યાદિ વ્યવહાર સામાન્ય લોકથી બાધિત છે, સામાન્ય લોકને પટમાં તત્ત્વ છે” તેવા પ્રકારની પ્રતીતિ હોય છે, કિન્તુ “તત્વમાં પટ છે તેવા પ્રકારની પ્રતીતિ હેતી નથી. સમવાયના કારણરૂપ ઈપ્રત્યય તો “આ ભૂતલમાં ઘટ છે, તેમાં પણ થાય છે, તે તે પ્રતીતિના કારણરૂપ સમવાય ત્યાં પણ માનવું પડશે. તેમજ કલેકમાં “અપિ” અને “' શબ્દથી એ સૂચન થાય છે કે પૂર્વે કહેલા દેશે તે છે જ, પરંતુ તે ઉપરાંત બીજા પણ અનેક દોષે છે. સમવાયની પ્રતીતિ પ્રામાણિક લોક અને સાધારણ લેક તે બનેથી બાધિત છે, કેમકે તેવા પ્રકારની પ્રતીતિ વ્યવહારસિદ્ધ નહિ હોવાથી અનુભવગમ્ય નથી.
આ પ્રકારે અનેક દેશોનો સંભવ હેવાથી સમવાય નામને ભિનન પદાર્થ નહિ - માનતા, ધર્મ અને ધમીને અવિશ્વભાવ નામ “તાદામ્ય સંબંધ” સ્વીકારે જ ઈષ્ટ છે; તેમજ લોકમાં જે બાધશદ છે તેને હૈમ વ્યાકરણના “ક્ષા પ્રત્યમેવતઃ ” સૂત્રથી પુલિંગ અને સીલિંગ ઉભયમાં પ્રયોગ થાય છે. આ પ્રમાણે મા લોકો અર્થ જાણુ.