________________
૮૮
अन्ययोगव्य. द्वा. श्लोक : ८ मोहक्षयानन्तरम् एव क्षीणत्वादभाव इति । तदेव न संविदानन्दमयी च मुक्तिरिति युक्तिरिक्तेयमुक्तिः । इति काव्यार्थः ॥८॥
(અનુવાદ). શંકા-દુઃખનું કારણ અધર્મ છે અને તે અધર્મના નાશથી મેક્ષ અવસ્થામાં જેમ દુઃખને અભાવ છે, તેમ સુખનું કારણ ધર્મ છે તે તે ધર્મને નાશથી સુખને પણ નાશ થ જોઈએ ને? વળી કહ્યું પણ છે કે “પુણ્ય પાપના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.'
સમાધાન એમ કહેવું ઠીક નથી. કેમકે વૈષયિક (વિષય સંબંધી) સુખનું કારણ ધર્મ છે તે તે ધર્મના નાશથી વૈષયિક સુખને નાશ ભલે થાઓ, પરંતુ તેથી કંઈ મેક્ષના સુખને નાશ થતું નથી. કારણ કે મોક્ષમાં વૈષયિક સુખ હેતું નથી. પરંતુ મક્ષ તે નિરપેક્ષસુખ જ હેય છે. વળી ઈચ્છા અને શ્રેષ, મેહનીય કર્મના ભેદ છે અને મુક્તાત્માઓને તે મોહને મૂલમાંથી જ નાશ હોય છે, તેથી તેઓને ઈચ્છા અને ષ પણ હોઈ શક્તા નથી. તેમજ મુક્તાત્માઓને કોઈપણ જાતને પ્રયત્ન પણ હોઈ શકતું નથી, કેમકે તેઓ કૃતકૃત્ય હોય છે. પરંતુ વીર્યતરાય (જે કર્મના ઉદયથી બલવાન અને રોગ રહિત એવા યુવાન પુરુષ વડે એન્ડ્રણના પણ ટુકડા થઈ શકે નહી તેવા પ્રકારનાં) કર્મના ક્ષયથી ઉપન્ન થયેલ દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્ય તે પાંચ પ્રકારની લબ્ધિરૂપ પ્રયત્ન તે હોય છે, પરંતુ મુક્તાત્માઓ કૃતકૃત્ય હોવાને કારણે તે લબ્ધિઓને ઉપયોગ તેઓને હોઈ શકતો નથી. તેમજ મેક્ષમાં ધર્મ-અધર્મ અર્થાત પુય અને પાપ પણ હતા નથી, કેમકે ધર્મ અને અધર્મ (પુણ્ય અને પાપ) ના સદુભાવમાં મિક્ષ થઈ શક્તો નથી. - સંસ્કાર એ મતિજ્ઞાનને ભેદ છે, મોહનીય કર્મને ક્ષય થયા બાદ તેને પણ ક્ષય થઈ જાય છે. આથી જ્ઞાન અને સુખસ્વરૂપ મોક્ષ નથી.' તેમ કહેવું યુક્તિયુક્ત નથી, પરંતુ “જ્ઞાન અને આનંદ સ્વરૂપ જ મુક્તિ છે તે જ યુક્તિયુક્ત છે. આ પ્રમાણે આઠમા શ્લેક અર્થ જાણ.