________________
૬૨
स्याद्वादमंजरी સંસ્કાર છે તે વેગ, ભાવના અને સ્થિતિસ્થાપક એમ ત્રણ પ્રકારે છે, પરંતુ સંસ્કારત્વ જાતિની અપેક્ષાએ તે એક છે. શૌર્ય અને ઔદાર્ય આદિને પણ આ ચોવીશમાં જ અંતર્ભાવ થાય છે. તેથી ગુણોનું અધિકપણું નથી. તેમજ ઉલ્લેષણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન આ પાંચ ભેદે કર્મ પાંચ પ્રકારે છે. અહીં ગમનના ગ્રહણથી ભ્રમણ, રેચન અને સ્પન્દન આદિને પણ સમાવેશ થઈ જાય છે.
(टीका) अत्यन्तव्यावृत्तानां पिण्डानां यतः कारणाद् अन्योऽन्यस्वरूपानुगमः प्रतीयते, तदनुवृत्तिप्रत्ययहेतुः सामान्यम् । तच्च द्विविधं परमपरं च । तत्र परं सत्ता भावो महासामान्यमिति चोच्यते । द्रव्यत्वाधवान्तरसामान्यापेक्षया महाविषयत्वात् । अपरसामान्यं च द्रव्यत्वादि । एतच्च सामान्यविशेष इत्यपि व्यपदिश्यते । तथाहि- द्रव्यत्वं नवसु द्रव्येषु वर्तमानत्वात् सामान्यम्, गुणकर्मभ्यो व्या वृत्तवाद विशेषः । ततः कर्मधारये सामान्यविशेष इति । एवं द्रव्यत्वाद्यपेक्षया पृथिवीत्वादिकमपरं. तदपेक्षया घटत्वादिकम् । एवं चतुर्विशतौ गुणेषु वृत्तेर्गुणत्वं सामान्यम् , द्रव्यकर्मभ्यो व्यावृत्तेश्च विशेषः । एवं गुणत्वापेक्षया रूपत्वादिकं, तदपेक्षया नीलत्वादिकम् । एवं पञ्चसु कर्मसु वर्तनात् कर्मत्वं सामान्यम्, द्रव्यगुणेभ्यो व्यावृत्तत्वाद् विशेषः । एवं कर्मत्वापेक्षया उत्क्षेपणत्वादिकं झेयम् ।
(અનુવાદ). જે કારણથી અત્યંત ભિન્ન ભિન્ન પદાર્થોનાં અન્યોન્ય સ્વરૂપનો અનુગામ-એકાકાર પ્રતીતિ થાય છે, તે અનુવૃત્તિ પ્રત્યયન (એક સરખી પ્રતીતિનાં) કારણરૂપ સામાન્ય કહેવાય છે. અને તે સામાન્ય “પર” અને “અપર” ભેદથી બે પ્રકારે છે. તેમાં “પર” સામાન્ય સત્તાભાવ, તેમજ મહાસામાન્ય કહેવાય છે. તેમાં સત્તા દ્રવ્યત્વાદિકની અપેક્ષાએ મહાન વિષયવાન હોવાથી તે પર સામાન્ય કહેવાય છે. કેમકે સત્તા દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણેમાં રહે છે. આથી તે પરસામાન્ય કહેવાય છે અને દ્રવ્યત્વ તે કેવલ દ્રવ્યમાં જ રહે છે, તેથી તે દ્રવ્યત્વ આદિ અરસામાન્ય કહેવાય છે. અને તે દ્રવ્યત્યાદિ અપર સામાન્ય સામાન્યવિશેષ પણ કહેવાય છે, કેમકે દ્રવ્યત્વ નવ દ્રોમાં રહેતું હોવાથી સામાન્ય અને ગુણ કર્મમાં નહી રહેવાથી વિશેષ કહેવાય છે.
આ દ્રવ્યવાદિની અપેક્ષાએ પૃથ્વીત્યાદિ એ અપર અને પૃથ્વીત્યાદિની અપેક્ષાએ ઘટતાદિ અ૫ર કહેવાય છે. તેમજ ગુણત્વ જેવીસ ગુણેમાં રહેવાથી સામાન્ય અને દ્રવ્ય અને કર્મમાં નહીં રહેવાથી વિશેષ કહેવાય છે. એ રીતે રૂપસ્વાદિની અપેક્ષાએ ગુણત્વ પર સામાન્ય—અને રૂપલ્વાદિ “અપર-સામાન્ય' કહેવાય છે. અને તે જ રીતે નીલવાદિની અપેક્ષાએ રૂપસ્વાદિ પર અને નીલત્વાદિ અપર સામાન્ય કહેવાય છે. કર્મવ પાંચે કર્મમાં રહેવાથી સામાન્ય અને દ્રવ્ય અને ગુણમાં નહીં રહેવાથી વિશેષ કહેવાય છે. તેમજ કર્મ ત્વની અપેક્ષાએ ઉક્ષેપણુત્વાદિ અપર છે અને કર્મવ એ પર સામાન્ય છે. આ પ્રમાણે અધિક દેશમાં રહેવાવાળું હોય તે પર અને ન્યૂન દેશમાં રહેવાવાળું હોય તે અપર સામાન્ય કહેવાય છે.