________________
૮૦.
अन्ययोगव्य.द्वा. श्लोक : ८
=
આત્માને જે અચેતન માનવામાં આવે તે હું જ્ઞાનવાન છું તે પ્રકારની પ્રતીતિ ક્યારે પણ થશે નહીંપરંતુ આત્મામાં તે હું જ્ઞાતા છું તેવા પ્રકારની પ્રતીતિ વારંવાર થાય છે! તેથી સિદ્ધ થાય છે કે આત્મા ચતન્યસ્વરૂપ છે. એમ ના કહેશે કે અચેતનરૂપ ઘટમાં ચૈતન્ય સંબંધને અભાવ હોવાથી હું ચેતન છું” તેવા પ્રકારની પ્રતીતિ થઈ શકતી નથી. કેમકે અચેતનમાં ચૈતન્યના સંબધથી “હું ચેતન છું', તેવા પ્રકારની પ્રતીતિ થઈ શકતી નથી, તે વાત હમણાં જ અમે સમજાવી છે. આ રીતે આત્માને સ્વયં અચેતન માનવામાં આવે તે જડસ્વરૂપ આત્માને પદાર્થનું જ્ઞાન પણ થઈ શકશે નહીં. આથી આત્મામાં પદાર્થનું જ્ઞાન ઈચ્છતા હે તે આત્માનું ચૈતન્ય સ્વરૂપ સ્વીકારવું પડશે.
(टीका)-ननु ज्ञानवानहमिति प्रत्ययादात्मज्ञानयोर्भेदः, अन्यथा धनवानिति प्रत्ययादपि धनधनवतोभदाभावानुषङ्गः। तदसत् , ज्ञानवानहमिति नात्मा भवन्मते प्रत्येति, जडैकान्तरूपत्वात्, घटवत् । सर्वथा जडश्च स्यादात्मा, ज्ञानवानेहमितिप्रत्ययश्च स्याद् अस्य विरोधाभावात् इति मा निर्णैषीः । तस्य तथोत्पत्त्यसम्भवात् ज्ञानवानहमिति हि प्रत्ययो नागृहीते ज्ञानाख्ये विशेषणे, विशेष्ये चात्मनि जातूत्पद्यते, स्वमतविरोधात् । "नागृहीतविशेषणा विशेष्ये बुद्धिः" इति वचनात् ।
(અનુવાદ) વૈશેષિક : “હું જ્ઞાનવાન છું તેવા પ્રકારની પ્રતીતિથી આત્મા અને જ્ઞાનમાં ભેદની સિદ્ધિ થાય છે.
જે જ્ઞાન અને જ્ઞાનવાનમાં આ પ્રકારે ભેદ માનવામાં ના આવે તે હું ધનવાન છું” તેવી પ્રતીતિમાં ધન અને ધનવાનને પણ ભેદ ન માન જોઈએ,
જૈન : એ પણ આપનું કથન ઠીક નથી, કેમ કે આપના મતે તે આત્મા ઘટની જેમ સર્વથા જડસ્વરૂપ છે. તેથી “હું જ્ઞાનવાન છું” ઈત્યાકારક પ્રતીતિ થશે નહિ. કેમકે ઘટની જેમ જડ એવા આત્મામાં તેવા પ્રકારની પ્રતીતિનો સર્વથા વિરોધ આવે છે ! તેથી જડ આત્મામાં “હું જ્ઞાનવાન છું” ઈત્યાકારક પ્રતીતિની ઉત્પત્તિને જ અસંભવ છે!
હુ જ્ઞાનવાન છું, તેમાં જ્ઞાનરૂપ વિશેષણને ગ્રહણ (જાણયા) કર્યા સિવાય આત્મારૂપ વિશેષમાં હું જ્ઞાનવાન છું.' તેવા પ્રકારની પ્રતીતિ ક્યારે પણ થઈ શકતી નથી ! વળી કહ્યું પણ છે કે વિશેષણનું જ્ઞાન થયા વિના વિશેષનું જ્ઞાન થઈ શકતું નથી.
(टीका)-गृहीतयोस्तयोरुत्पद्यते इति चेत् , कुतस्तद्गृहीतिः ? न तावत् स्वतः, स्वसंवेदनानभ्युपगमात् । स्वविदिते ह्यात्मनि ज्ञाने च स्वतः, सा युज्यते, नान्यथा, सन्तानान्तरवत् । परतश्चेत् , तदपि ज्ञानान्तर विशेष्यं नागृहीते ज्ञानत्व विशेषणे ग्रहीतु शक्यम् । गृहीते हि घटत्वे घटग्रहणमिति ज्ञानान्तरात् तद्ग्रहणेन भाव्यम् इत्यनवस्थानान् कुतः प्रकृतप्रत्ययः ? तदेव नात्मनो जडस्वरूपता संगच्छते तदसङ्गतौ च चैतन्यमोपाधिकमात्मनोऽन्यदिति वाङ्मात्रम् ।