________________
स्याद्वादमंजरी
૮૪ -
-
-
(અનુવાદ). વૈશેષિક જ્ઞાનરૂપ વિશેષણ અને આત્મારૂપ વિશેષ્ય, તે બને જ્ઞાત હેઈને જ “હું જ્ઞાનવાન છું” ઈત્યાકારક પ્રતીતિ થાય છે.
જૈન ? તેવા પ્રકારની પ્રતીતિ સ્વતઃ (વયં) થાય છે કે પરત ઃ (બીજાથી) ? તેમાં સ્વત; પ્રતીતિ તે તમારા મતે થશે જ નહીં. કેમકે તમે આત્માનું સ્વસંવેદનપણું સ્વીકારતા નથી. અને “હું જ્ઞાનવાન છું' તેવા પ્રકારની પ્રતીતિ તો સ્વસંવિદિત આત્મા અને જ્ઞાનમાં સ્વયં ઉત્પન્ન થાય છે. પરંતુ “પરસંતાન' અર્થાત્ ઘટપટાદિ સ્વસંવિદિત ન હોવાથી તેમાં જેમ હું જ્ઞાનવાન છું' ઈત્યાકારક પ્રતીતિ થતી નથી. તેમ આત્મા પણ તમારા મતે સ્વસંવિદિત નહીં હોવાથી આત્મામાં પણ તેવા પ્રકારની પ્રતીતિ થશે નહીં. એમ ના કહેશે કે આત્મા બીજા જ્ઞાન દ્વારા પિતાના જ્ઞાનરૂપ વિશેષણને ગ્રહણ કરે છે. તે તે બીજા જ્ઞાનરૂપ વિશેષ્ય પણ પોતાના જ્ઞાનવરૂપ વિશેષણને ગ્રહણ કર્યા સિવાય આત્માના જ્ઞાનરૂપ વિશેષણને ગ્રહણ કરી શકતું નથી ! જેમ ઘટત્વરૂપ (ઘટનું
સ્વરૂપ) વિશેષણને ગ્રહણ કર્યા સિવાય ઘટ રૂ૫ વિશેષ્યનું જ્ઞાન થઈ શકતું નથી, તેવી રીતે અન્ય જ્ઞાન દ્વારા જ્ઞાનનું ગ્રહણ કર્યા સિવાય આત્મામાં જ્ઞાનરૂપ વિશેષણનું ગ્રહણ થઈ શકતું નથી અને એ પ્રકારે એક જ્ઞાનમાં જ્ઞાનત્વનું ગ્રહણ કરવા માટે અન્ય જ્ઞાનની અપેક્ષા અને તે અન્ય જ્ઞાનમાં પણ જ્ઞાનસ્વરૂપ પિતાનું સ્વરૂપ ગ્રહણ કરવા માટે ત્રીજા જ્ઞાનની અપેક્ષા ! આ રીતે ઉત્તરોત્તર જ્ઞાનત્વનું ગ્રહણ કરવા માટે અનંત જ્ઞાનની કલ્પના કરવાથી અનવસ્થા દેષ આવશે. તેથી હું જ્ઞાનવાન છું તેવા પ્રકારની પ્રતીતિ પરતઃ પણ આત્મામાં થઈ શકશે નહીં. એટલા માટે આત્માનું જડ-સ્વરૂપ સ્વીકારવું તે યુક્તિ રહિત તે.
આ રીતે આત્માનું જડ સ્વરૂપ સિદ્ધ નહીં થવાથી; આત્માથી જ્ઞાન સર્વથા ભિન્ન છે, અને તે આત્મામાં સમવાય રૂપ ઉપાધિથી રહે છે, તે પ્રકારનું આપનું વચન, તે કેવળ કથનમાત્ર બેલવામાત્ર) જ છે; આત્માનું ચૈતન્યસ્વરૂપ સ્વીકારવું તેજ પ્રમાણ છે.
___ (टीका) तथा यदपि न संविदानन्दमयी च मुक्तिरिति व्यवस्थापनायाम् अनुमानमवादि सन्तानत्वादिति । तत्राभिधीयते । ननु किमिदं सन्तानत्वं स्वतन्त्रमपरापरपવાથfપત્તિમારાં વા, શ્ચયાપરારોપત્તિ ? તત્રાઘઃ પક્ષ સ્થમવારઃ | अपरापरेषामुत्पादकानां घटपटकटादीनां सन्तानत्वेऽप्यत्यन्तमनुच्छिद्यमानत्वात् । अथ द्वितीयः पक्षः, तर्हि तादृश सन्तानत्व प्रदीपे नास्तीति साधनविकलो दृष्टान्तः । परमाणुपाकजरूपादिभिश्च व्यभिचारी हेतुः । तथाविधसन्तानत्वस्य तत्र सद्भावेऽप्यत्यन्तोच्छेदाभावात् । अपि च सन्तानत्वमपि भविष्यति अत्यन्तानुच्छेदश्च भविष्यति । विपर्यये बाधकप्रमाणाभावात् । इति संदिग्धविपक्षव्यावृत्तिकत्वादप्यनैकान्तिकोऽयम् । किश्च स्याद्वादवादिनां नास्ति क्वचिदत्यन्तमुच्छेदः, द्रव्यरूपतया स्थास्नुनामेव सतां भावानामुत्पादव्यययुक्तत्वात् इति विरुद्धश्च । इति नाधिकृतानुमानाद् बुद्धयादिगुणोच्छेदरूपा सिद्धिः सिद्धयति ॥ સ્થા. ૧૧