________________
अवतरण अथ चैतन्यादयो रूपादयश्च धर्मा आत्मादेर्घयदेश्च धर्मिणोऽत्यन्तं व्यतिरिक्ता अपि समवायसम्बन्धेन संबद्धाः सन्तो धर्मधमिव्यपदेशमश्मुवते तन्मतं दृषयन्नाह
(અનુવાદ) હવે તન્ય તથા રૂપાદિ ધર્મો અનુક્રમે આત્મા તથા ઘટ આદિ ધમીઓથી અત્યંત ભિન્ન છે, પરંતુ સમવાય સંબંધથી સંબદ્ધ થયે છતે પરસ્પર ધર્મ–ધમીપણને વ્યવહાર થાય છે, આવા પ્રકારની વૈશેષિકેની માન્યતાને દુષિત કરતાં કહે છે.
न धर्मधर्मित्वमतीवभेदे वृत्त्यास्ति चेन त्रितयं चकास्ति ।
इहेदमित्यस्ति मतिश्च वृत्तौ न गौणभेदोऽपि च लोकवाधः ॥७॥ મૂલ-અર્થ : ધર્મ અને જમીને સર્વથા ભેદ નથી. યદિ ધર્મ અને ધમને પરસ્પર સર્વથા ભેદ માનવામાં આવે તો “આ ધમીને આ જ ધર્મ છે તેવા પ્રકારની પ્રતીતિ થશે નહી. વૈશેષિક કહે છે કે ધર્મ અને ધમી સર્વથા ભિન્ન હોવા છતાં પણ સમવાય સંબંધ વડે સંબદ્ધ થવાથી આ ધમને આ ધર્મ છે, તેવા પ્રકારની પ્રતીતિ હેલાઈથી થઈ શકે છે. જૈન દર્શન કહે છે : આ તમારું કથન ઠીક નથી. અમુક ધર્મ, અમુક ધમી અને તે ધમધમીને જેડનાર તેનાથી ભિન સમવાય સંબંધ, આ રીતે ભિન્ન ભિન્ન ત્રણ વસ્તુની પ્રતીતિ થઈ શકતી નથી પરંતુ ધર્મ અને ધમી તે બનેની જ પ્રતીતિ થાય છે. વૈશેષિક કહે છે : તંતુ સમૂહમાં પટ છે, આત્મામાં જ્ઞાન છે, અને મૃત્તિકામાં ઘટ છે, ઈત્યાદિ પ્રકારની પ્રતીતિ સમવાય સંબંધ વિના થઈ શકતી નથી. માટે ભિન્ન એક સમવાય સંબંધ માન આવશ્યક છે. | જૈન કહે છે : તમે લેકે પૃથ્વીમાં પૃથવીત્વ પૃથ્વીનું સ્વરૂપ માને છે તેમ સમવાયમાં પણ “સમવાયત્વ પિતાનું સ્વરૂપ માનવું પડશે અને તે રીતે સમવાય અને સમવાયત્વને જેડનાર અન્ય કોઈ ભિન્ન સમવાય માનવે પડશે ! તે ભિન્ન સમવાયને સમવાયત્વ સ્વરૂપ સાથે જોડનાર અન્ય કોઈ ત્રીજે સમવાય સંબંધ માનવે પડશે ! આ પ્રમાણે ઉત્તરોત્તર સંબંધની કલ્પના કરવાથી અંતે અનવસ્થા દેષ આવશે.
વૈશેષિક કહે છે : સ્વરૂપ યા જાતિ જેના અનેક ભેદ હોય છે તેમાં જ તે રહે છે. જેમ કે પૃથ્વીરૂપ પદાર્થના અનેક ભેદ હોવાથી તેમાં પૃથવીત્વ રૂપ જાતિ રહે છે. તેમાં જેમ સમવાય સંબંધ મુખ્ય છે તેમ સમવાય એક હોવાથી તેમાં સમવાયત્વને સંબંધ મુખ્ય નથી, પરંતુ ગૌણ છે.
જૈન કહે છે જેમ પૃથ્વી આદિનાં અનેક ભેદ છે તેમ સમવાયના પણ ઘટ સમવાય, પટ સમવાય આદિ અનેક ભેદે પ્રતીત થાય છે, માટે પૃથ્વી આદિમાં સમવાય સંબંધ જેમ મુખ્ય છે તેમ સમવાયમાં પણ સમવાયત્વ રૂપ જાતિને સંબંધ મુખ્ય છે. ગૌણ નથી. તેમજ સર્વ સાધારણ લેકને પેટમાં તંતુ છે તેવા પ્રકારની પ્રતીતિ થાય છે. પરંતુ તંતુમાં પટ છે તેવા પ્રકારની પ્રતીતિ હોતી નથી, માટે સમવાય સંબંધ માનવાથી લેકબાધા પણ ઉપસ્થિત થશે,