________________
स्याद्वादमंजरी
એક મહેલ, તેમજ અનેક મધમાખીએએ બનાવેલા મધપુડા...ત્યાદિ કાર્યમાં એકરૂપતાના વિરાધ જણાતા નથી.
તે પણ કદાચ અન્યદર્શનકાર કહે કે : · પ્રાસાદ, મધપુડા આદિના પણ ઈશ્વર જ છે.' તે તેને ઉત્તર સીધા જ છે : તમારી ઇશ્વર પ્રત્યેની એક અસાધારણ કર્તા શ્રદ્ધા જ આ કથનમાં પ્રગટ થાય છે ! કેમકે જો રાફડા અદિના કર્તા પણ ઇશ્વર જ હાય, તે કુ ભાર વણકર ( સાળવી ) આદિને ત્યાગ કરીને ઘટ પટ આદિ પ્રત્યેક કાર્ડના કર્તા પણ ઈશ્વર કેમ ન થઇ શકે ? એમ ન કહેશે કે - ઘટ પટ આદિ કાર્યોંના કર્તા કુંભકાર, વણકર આદિ તા પ્રત્યક્ષ સિદ્ધ છે, તેથી તેના અપલાપ કરવા ચેગ્ય નથી.’ જો એમ કહેશે। તેા અમે પૂછીએ છીએ કે : કીડી આદિને શું અપરાધ છે કે જે સતત પરિશ્રમથી સાધ્ય એવા રાફડા આદૃિ કાર્ચીના કર્તા તરીકે તેઓના ફટાક દઈને અપલાપ કરો છે ? આથી પરસ્પર મતિભેદના ભયથી ઈશ્વરની એકત્વકલ્પના, તે ખરેખર ભાજન આદિ ખર્ચના ભયથી કાઇ કૃપણ પુરુષ પેાતાને અત્યંત પ્રિય સ્ત્રી-પુત્ર આદિ સ્વજનેના ત્યાગ કરીને શૂન્ય જંગલમાં આશ્રય કરે, તેના જેવી છે. અર્થાત્ જેમ કૃપણ પુરૂષ ખર્ચના ભયથી સ્વજનાના ત્યાગ કરીને જંગલમાં વસે છે, તેમ તમે પણ મતિભેદના ભયથી ઇશ્વરની એકત્વકલ્પના કરેા છે, એટલે કે ઇશ્વર એક જ માનેા છે.
( टीका ) तथा सर्वगतत्वमपि तस्य नोपपन्नम् । तद्धि शरीरात्मना, ज्ञानात्मना वा स्यात् ? प्रथमपक्षे तदीयेनैव देहेन जगत्त्रयस्य व्यासत्वाद् इतरनिर्मेयपदार्थानामाश्रयानवकाशः । द्वितीयपक्षे तु सिद्धसाध्यता । अस्माभिरपि निरतिशयज्ञानात्मना परमपुरुषस्य जगत्त्रयक्रोडीकरणाभ्युपगमात् । यदि परमेवं भवत्प्रमाणीकृतेन वेदेन विरोधः । तत्र हि शरीरात्मना सर्वगतत्वमुक्तम् - "विश्वतश्चक्षुरुत विश्वतोमुखो विश्वतः पाणिरुत विश्वतःपात्" इत्यादि श्रुतेः ।
( અનુવાદ )
હવે સગતપણાની ચર્ચા કરતાં પ્રકાર કહે છે કેઃ ઈશ્વરનુ` સબ્યાપિપણું યુક્ત નથી, તે આ પ્રમાણે :--ઈશ્વર શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી છે કે જ્ઞાનની અપેક્ષાએ ? શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી હાય તે ઈશ્વરનુ જ શરીર ત્રણે જગતમાં વ્યાપ્ત થવાથી બાકી સર્વે નિર્માણ કરવા ચેાગ્ય ( બનાવવા ચૈાગ્ય ) પદાર્થોને રહેવા માટેનુ ઢાઈ સ્થાન જ નહી રહે !
જો જ્ઞાનની અપેક્ષાએ સવવ્યાપી કહેશે તે સિદ્ધ સાધન દેષ આવશે. કેમકે અમે ( જૈનદર્શીન ) પણ નિરતિશય એવા અનંત જ્ઞાન વડે પરમાત્મા ત્રણે જગતમાં વ્યાપીને રહેલા છે; એમ માનીએ છીએ. વળી આપના મતે તે જ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપી સ્વીકારાશે જ નહીં, કેમકે આપે પ્રમાણરૂપે ગ્રહણ કરેલા વેદો સાથે વિરાધ આવશે; વેદમાં ઈશ્વરનાં સર્વ સ્થળે મુખ, સવતઃ હાથ, સર્વાંતઃ પગ ઇત્યાદિ શ્રુતિ દ્વારા શરીરની અપેક્ષાએ સર્વ વ્યાપિપણું સિદ્ધ છે.
(ठीका ) यच्चोक्तं तस्य प्रतिनियतदेशवर्तित्वे त्रिभुवनगतपदार्थानामनियतदेशवृत्तीनां यथावन्निर्माणानुपपत्तिरिति । तत्रेदं पृच्छयते । स जगत्त्रयं निर्मिमाण
४४