________________
४६
स्याद्वोदमंजरी આ આક્ષેપને રદીયો આપતાં કહે છે કે, યુક્તિ વડે દોષને પ્રતિકાર કરવામાં તમે સમર્થ ન હોવાથી તમે સામી ધૂળ ઉડાડવા જે જવાબ આપે છે. કારણ કે અમે જ્ઞાનને અપ્રાપ્યકારી માનીએ છીએ ! એટલે કે જ્ઞાન આત્મામાં રહીને જ પદાર્થોને જાણે છે, નહીં કે ય પદાર્થ પાસે જઈને ! તેથી તમે આપેલ દેષ ઠીક નથી. વળી આપણને પણ પદાર્થના જ્ઞાનમાત્રથી જ રસનો અનુભવ થતો નથી. પરંતુ તે તે વસ્તુની પ્રાપ્તિથી જ વસ્તુને અનુભવ થાય છે. જો તેમ ના હોય તે માલા, ચંદન, સ્ત્રી, જલેબી આદિ પદાર્થનાં જ્ઞાન માત્રથી જ તૃપ્તિ થવી જોઈએ ! અને તેમ થવાથી તે તે વસ્તુની પ્રાપ્તિ માટેના સઘળાયે પ્રયને નિપ્રયોજન કહેવા પડશે.
(टीका) यत्तु इानात्मना सर्वगतत्वे सिद्धसाधनं प्रागुक्तम् तच्छक्तिमात्रमपेक्ष्य मन्तव्यम् । तथा च वक्तारो भवन्ति-अस्य मतिः सर्वशास्त्रेषु प्रसरति इति । न च ज्ञानं प्राप्यकारि, तस्यात्मधर्मत्वेन बहिनिर्गमाभावात् । बहिनिर्गमे चात्मनोऽचैतन्यापत्त्या अजीवत्वप्रसङ्गः न हि धर्मो धर्मिणमतिरिच्य क्वचन केवलो विलोकितः । यच्च परे दृष्टान्तयन्ति यथा सूर्यस्य किरणा गुणरूपा अपि सूर्याद् निष्क्रम्य भुवनं भासयन्ति, एवं ज्ञानमप्यात्मनः सकाशाद् बहिर्निगत्य प्रमेयं परिच्छिनत्तीति । तत्रेदमुत्तरम् । किरणानां गुणत्वमसिद्धम्, तेषां तैजसपुद्गलमयत्वेन द्रव्यत्वात् । यश्च तेषां प्रकाशात्मा गुणः स तेभ्यो न जातु पृथग् भवतीति । तथा च धर्म सङ्ग्रहिण्यां श्रीहरिभद्राचार्यपादाः
'किरणा गुणा न दव्वं तेसिं पयासो गुणो न वा दव्वं । जं नाणं आयगुणो कहमदव्यो स अन्नत्थ ॥१॥ गन्तूण न परिछिन्दइ नाणं णेयं तयम्मि देसम्मि । आयत्थं चिय नवरं अचिंतसत्ती उ विष्णेयं ॥२॥ लोहोवलस्स सत्ती आयत्था चेव भिन्नदेसंपि । लोहं आगरिसंती दीसइ इह कज्जपच्चक्खा ॥३॥ एवमिह नाणसत्ती आयत्था चेव हंदि लोगंतं । जइ परिछिंदइ सम्मं को णु विरोहो भवे तत्थ" ॥४॥ इत्यादि ।।
(अनुवाद) તેમજ અમે જૈન દર્શન) જ્ઞાનની અપેક્ષાએ ઈશ્વરને સર્વવ્યાપી માનીએ છીએ, તે ઈશ્વરના જ્ઞાનમાં સઘળા પદાર્થોને જાણવાની અચિન્ય શક્તિની અપેક્ષાએ જાણવું. જેમ કોઈ મનુષની તીક્ષણ પ્રતિભાને જોઈને લોકો કહે છે કેઃ “આ પુરુષની બુદ્ધિ સર્વ શાસ્ત્રોમાં પ્રસરેલી છે. તેમ ભગવાનનું નિરૂપમ અને અચિંત્ય જ્ઞાન ફક્ત એક જ સમય (સૂમમાં સૂફમકાલ)માં ચરાચર સમસ્ત જગતને હાથમાં રહેલા આંબળાની જેમ જાણે છે અજે દેખે છે, તેથી જ્ઞાનાપેક્ષયા ભગવાન સર્વવ્યાપી છે.