________________
अवतरण
अय तदभिमनमीश्वरस्य जगत्कर्तृत्वाभ्युपगमं मिथ्याभिनिवेशरूपं निरूपयन्नाह
(અનુવાદ) હવે વૈશેષિક દર્શનને માન્ય ઈશ્વરનું જગતપણું, તેના સ્વીકારરૂપ મિથ્યાભિનિવેશનું નિરુપણ કરતાં યહે છે. मूल--कर्तास्ति कश्चिद् जगतः स चैकः स सर्वगः स स्ववशः स नित्यः ।
इमाः कुहेवाकविडम्बनाः स्युस्तेषां न येषामनुशासकस्त्वम् ॥६॥ મૂળ–અર્થ : હે નાથ, “આ જગતને કઈ કર્તા છે તે એક છે, સર્વવ્યાપી છે, સ્વતંત્ર છે અને નિત્ય છે. આવા પ્રકારની કદાગ્રહરૂપ વિડંબના તેઓને હોય છે કે જેઓના આપ શાસનકર્તા નથી.
(टीका) जगतः प्रत्यक्षादिप्रमाणोपलक्ष्यमाणचराचररूपस्य विश्वत्रयस्य, कश्चिदअनिर्वचनीयस्वरूपः पुरुषविशेषः कर्ता-स्रष्टा, अस्ति-विधते । ते हि इत्थं प्रमाणयन्ति । 'उर्वीपर्वततर्वादिकं सर्व बुद्धिमत्कर्तृक कार्यत्वात्' यद् यत् कार्य तत् तत् सर्व बुद्धिमत्कतकं यथा घटः, तथा चेदं तस्मात् तथा । व्यतिरेके व्योमादि । यश्च बुद्धिमारतस्कर्ता स भगवानीश्वर एवेति ॥
(અનુવાદ) પૂર્વપક્ષ-પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાતા એવા સ્થાવર અને જંગમ રૂપ ત્રણે જગતને અનિર્વચનીય અગમ્યસ્વરૂપવાળે કે પુરુષ વિશેષ કર્તા છે, તે અનુમાન પ્રમાણુથી આ રીતે સિદ્ધ થાય છેઃ–પૃથ્વી, પર્વત, વૃક્ષ આદિ પદાર્થો બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, કેમ કે તે સર્વે કાર્યરૂપ છે, જે જે કાર્ય હોય છે તે તે કઈને કઈ કર્તાથી જન્ય હાય. દા. ત. ઘટ. ઘટ કાર્યરૂપ હોવાથી જેમ કુલાલાદિ(કુંભાર આદિ)થી જન્ય છે, તેમ પૃથ્વી પૃથ્વીધરાદિ પણ કાર્યરૂપ હોવાથી કોઈ બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, જે કાર્ય નથી તે બુદ્ધિમાન કથી જન્ય પણ નથી. જેમકે આકાશાદિ નિત્ય પદાર્થ કાર્ય નથી, તે તેને કઈ કર્તા પણ નથી, માટે પૃથ્વી પૃથ્વીધરાદિ કાર્યનો કઈ અવશ્ય કર્તા છે. જે ક્ત છે તે જ ભગવાન ઈશ્વર છે.
(टीका) न चायमसिद्धो हेतुः, यतो भूभूधरादेः स्वस्वकारणकलापजन्यतया अवयवितया वा कार्यत्वं सर्ववादिनां प्रतीतमेव । नाप्यनैकान्तिको विरूद्धो वा । विपक्षादत्यन्तव्यावृत्तत्वात् । नापि कालात्ययापदिष्टः । प्रत्यक्षानुमानागमाबाधित.