Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
xxvii (પ્રત્યઢિયન્ત સમઢિયન્ત વર્ગો મનેનેતિ પ્રત્યાહાર:). આ સૂત્રોને 'શિવસૂત્ર' પણ કહેવામાં આવે છે. તે એટલા માટે કે શંકરે તાંડવનૃત્યના છેડે સનકાદિનો ઉદ્ધાર કરવા પોતાનું ડમરું ચૌદવાર વગાડ્યું અને એ ડમરુના નાદમાંથી આ ચૌદ પ્રત્યાહાર સૂત્રોની ઉત્પત્તિ થઇ છે. જો કે આ વાતમાં વિવાદ છે, પરંતુ તે બીજેથી જાણી લેવો. હવે ચૌદ પ્રત્યાહાર સૂત્રોને લઇને આદિ સંજ્ઞાઓની વ્યવસ્થાને ગોઠવવા પાણિનિ ઋષિએ 'વિરત્વેન સહેતા'(B) (TLખૂ. ૨..૭૭) આવું સૂત્ર બનાવ્યું છે. તે સૂત્રએમ કહે છે કે પ્રત્યાહાર બનાવવા અર્થાત્ વર્ગોનો ટૂંકમાં નિર્દેશ કરતી લઘુ સંજ્ઞાઓ બનાવવા તમારે આ ચૌદ સૂત્રોમાં વર્તતા કોઇપણ એક વર્ષને આદિ તરીકે લેવો અને ત્યારબાદ તેને તેના પછીનો જે ઇન્વર્ણ જોડવામાં આવે ત્યાં સુધીના બધા વર્ગોને જણાવતી એ લઘુ સંજ્ઞા તૈયાર થશે. દા.ત. આદિ અક્ષર તરીકે પ્રથમ સૂત્રમાં વર્તતો ન લેવામાં આવે અને તેને ચોથા સૂત્રના અંતે રહેલો ઇત્ ર્ અનુબંધ જોડવામાં આવે તો એ આવી એક લઘુસંજ્ઞા તૈયાર થશે અને તે થી લઇને અનુબંધ સુધીમાં આવતા દરેક વર્ણોની (= 4 થી મો સુધીના વર્ગોની) વાચક સંજ્ઞા બનશે. જો કે અહીં ચાર પ્રત્યાહાર સૂત્રોમાં દર્શાવેલા મથી લઈને મો સુધીના સ્વરો નવ જ છે. પરંતુ તેઓ સવર્ણ (= પરસ્પર સ્વ) સહિતના લેવાતા હોવાથી આ સંજ્ઞા દ્વારા ચૌદ સ્વરો આવરી લેવાય છે. એવી જ રીતે પાંચમાં સૂત્રમાં વર્તતો ટૂ આદિ અક્ષર તરીકે લેવામાં આવે અને તેને ચૌદમાં સૂત્રના અંતે વર્તતો – અનુબંધ જોડવામાં આવે તો હ આવી સંજ્ઞા તૈયાર થશે અને તે પાંચમાં સૂત્રના પ્રથમ અક્ષર દ્ થી લઈને ચૌદમાં સૂત્રના – અનુબંધ સુધીમાં રહેલા બધા જ વ્યંજનોની ગ્રાહક સંજ્ઞા બનશે. આમ ઘોષવાન વિગેરે વ્યંજનો માટે વપરાતી હમ્ આદિ સંજ્ઞાઓ માટે પણ સમજી લેવું.
હવે ધારો કે સ્વર, વ્યંજન વિગેરેને બદલે પાણિનીય તંત્રમાં વપરાતી મર્ , ફ્રન્ આદિ સંજ્ઞાઓ કદાચ સચોટ સાબિત થાય તો તેમાં માત્રા-લાઘવ જરૂર થાય. પરંતુ તેમાં પ્રક્રિયા-ગૌરવ સ્વીકારી લેવું પડે છે. કેમ કે ‘એટલે મ થી લઈને મો સુધીના વર્ગો' એમ સમજવા એક તો પ્રત્યાહાર-સૂત્રોનું મોટું જોવું પડે છે, અને પછી ‘માહિરત્યેન” (T.મૂ. .૭૬) સૂત્રનો સહારો લેવો પડે છે. જ્યારે 4 થી લઈને મો સુધીના વર્ષોની સીધી જ મોન્તા. સ્વર: ૨.૧.૪' સૂત્રથી સ્વર સંજ્ઞા કરી દેવામાં આવે તો સ્વરોને જાણવા માત્ર ગૌવન્તા:
સ્વર: ૨.૨.૪' સૂત્ર તરફ જ નજર કરવાની રહે છે. આ રીતે હત્ન આદિ સંજ્ઞાઓ અંગે પણ સમજવું. આમ મદ્ વિગેરે સંજ્ઞાઓમાં પ્રક્રિયા ગૌરવ પ્રગટ છે. આ પ્રક્રિયા-ગૌરવની વાતને જણાવતા જાનકીપ્રસાદજી દ્વિવેદી પોતે સંપાદિત કરેલા કાતંત્ર વ્યાકરણ ગ્રંથની ભૂમિકામાં લખે છે –
(A) नृत्यावसाने नटराजराजो ननाद ढक्कां नवपञ्चवारान्। उद्धर्तुकामः सनकादिकामानेतद् विमर्श
शिवसूत्रजालम्।। (B) પ્રત્યેન તા હિત માહિઃ મધ્યપનાં સ્વસ્થ વે સંજ્ઞા |