Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
xxvi
પ્રસ્તાવના ભણનારને સંધ્યક્ષર કોને કહેવાય તે સરળતાથી ન સમજાય અને તે ગૂંચવાય. આવું ન થાય માટે જ સૂત્રકારશ્રીએ સંધિવિહોણું અને અર્ધમાત્રાના ગૌરવવાળું ‘ણ-છે--મૌ સચ્ચક્ષરમ્ ?.૨.૮'આવું સૂત્ર બનાવ્યું છે.
હવે આપણે પાણિનિ ઋષિએ લાઘવાર્થે પોતાના વ્યાકરણમાં વાપરેલી મદ્ , હર્ આદિ મૌલિક સંજ્ઞાઓના દૂષણ અંગે વિચારીએ. સૌ પ્રથમ તો સંજ્ઞા લાઘવ માટે કરાય છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. આથી જ કહેવાય છે ‘નળ સંસારમ્' હવે લાઘવ માટે કરાતી સંજ્ઞા ગુરુ (= મોટી) હોય તો કેમ ચાલે? આથી જો કોઇ પ્રયોજન(4) ન હોય તો સંજ્ઞા સાવ ટૂંકી હોવી જોઈએ. એક અક્ષરથી પતે એમ હોય તો બે અક્ષરવાળી ન હોવી જોઇએ. પાણિનિ ઋષિએ પૂર્વના વ્યાકરણકારોએ વાપરેલી સ્વર, વ્યંજન, ઘોષ આદિ સંજ્ઞાઓમાં લાઘવ કરવાના ઉદ્દેશથી તે સંજ્ઞાઓ ન વાપરતા મદ્, હત્, વિગેરે સંજ્ઞાઓનો વપરાશ કર્યો છે. સમજી શકાય એમ છે કે જો આ સંજ્ઞાઓ વ્યાજબી ઠરે તો સ્વર-વ્યંજનને બદલે ક્રમશઃ - સંજ્ઞાઓ વાપરવામાં માત્રા-લાઘવ છે જ. તેમની વ્યવસ્થા આ પ્રમાણે છે – સૌ પ્રથમ તેમણે પોતાના વ્યાકરણમાં વર્ણસમાપ્નાયને દર્શાવતા ચૌદ પ્રત્યાહારસૂત્રો દર્શાવ્યા છે . બસન્ ૨. ઋતૃ રૂ. 9 મો ૪. છે મૌર્ છે. દયવર ૬. નન્ ૭. ગમડેનિમ્ ૮. झभञ् ९. घढधष १०. जबगडदश् ११. खफछठथचटतव् १२. कपय् १३. शषसर १४. हल्
આ દરેક સૂત્રને અંતે રહેલા , છ , હું , મ્ વિગેરે વણ ઇત્ છે. આ સૂત્રોને પ્રત્યાહાર એટલા માટે કહેવાય છે, કેમ કે તેમના દ્વારા વર્ગોનો વ્યાકરણના સૂત્રોમાં ટૂંકમાં નિર્દેશ કરી શકાય છે. (A) પ્રયોજન હોય તો સંજ્ઞા વધુ અક્ષરવાળી પણ ચાલે છે. જેમ કે નવનિ શતૃ રૂ.રૂ.૨૨' સૂત્રમાં લીધેલાં
પ્રત્યયોને પરફ્યપદ અને ‘પર ન રૂ.રૂ.૨૦' સૂત્રમાં લીધેલાં પ્રત્યયોને આત્મને પદ આવી મહાકાય સંજ્ઞા કરવામાં આવી છે. આમાં પ્રયોજન એ છે કે રું અને ન્ ઇવાળા ધાતુઓને જો પગ કાન રૂ.રૂ.ર૦' સૂત્રમાં લીધેલાં આત્મપદ પ્રત્યય લાગે તો ત્યાં ધાત્વર્થ ક્રિયાનું મુખ્ય ફળ કર્તાને પોતાને (આત્મને) મળે છે એમ જણાવવું છે. માટે તે પ્રત્યયોને આત્મને પદ સંજ્ઞા કરી છે. (માત્મપ્રવધિનાર્થ મલ્મને ) અને જો તે ધાતુઓને ‘નવાદ્યનિ શતૃ૦ રૂ.૨.૨૨' સૂત્રમાં લીધેલાં પરમૈપદ પ્રત્યયો લાગે તો ત્યાં ધાત્વર્થ ક્રિયાનું મુખ્ય ફળ કર્તાને પોતાને ન મળતા બીજાને (પરસ્મ) મળે છે એમ જણાવવું છે. માટે તે પ્રત્યયોને પરસ્મપદ સંજ્ઞા કરી છે. દા.ત. યક્ (યનીમ્ ૯૯૧) ધાતુનો વનતે પ્રયોગ થાય તો ધાત્વર્થ યજ્ઞ ક્રિયા કરવાનું શત્રુવધ આદિ મુખ્ય ફળ યજ્ઞક્રિયાના કર્તા ઋત્વિજને પોતાને મળે છે એમ સમજવું. અને જો યતિ પ્રયોગ કર્યો હોય તો યજ્ઞક્રિયાનું મુખ્ય ફળ યજ્ઞક્રિયાના કર્તા ઋત્વિજને ન મળતા યજમાનને મળ્યું છે એમ સમજવું. અહીં મુખ્યફળ એટલા માટે લખ્યું છે કેમ કે યજ્ઞક્રિયાનું ગૌણફળ દક્ષિણાદિ તો ઋત્વિજને મળે જ છે. આમ પ્રત્યયોની આ બન્ને સાન્વર્થ સંજ્ઞાઓ અને ઇવાળા ધાતુઓને લઇને સપ્રયોજન હોવાથી તે મોટી હોય તો ચાલે. અહીં કોઈને પ્રશ્ન થાય કે “ભલે રું અને ન્ ઇવાળા ધાતુઓને લઇને આ પ્રત્યયોની મહાસંજ્ઞા બનાવી હોય. પરંતુ તે સિવાયના ધાતુઓને લઈને તો આ સંજ્ઞા ટૂંકાવી દેવી જોઈએ ને?' પરંતુ આ પ્રશ્ન અયોગ્ય છે. કેમ કે એકવાર જો અમુક ધાતુઓને લઈને આ મહાસંજ્ઞા પ્રત્યયોને લાગુ પડી ગઈ હોય, અને પછી સર્વત્ર જો તે પડેલી સંજ્ઞાથી જ કામ ચાલી જતું હોય તો કયો મુરખ ફરી નાની પણ નવી સંજ્ઞા પાડવાનો વિચાર કરે ?