Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
4
શ્રાદ્ધ્ગુણવિવરણ
ઝેર થાય છે, સરોવરમાં પડવાથી અનેક પ્રાણીઓને ઉપયેગી સ્વચ્છ જલ થાય છે, પર્વત ઉપર પડવાથી વિનાશ પામે છે, પીળી તથા કાળી જમીનમાં પડવાથી ધાન્યાદિકની વૃધ્ધિ કરે છે. સેલડીના ક્ષેત્રમાં પડવાથી શેલડીના અતિ મધુર રસને આપનારું' થાય છે. કષાય વૃક્ષોના ગઢન વનામાં પડવાથી કષાય રસ ઉત્પાક થાય છે. તેવીજ રીતે સદ્ગુરુ મહારાજનાં વચનામૃતા એક જ સ્વભાવપરિજીત હાય છે તથાપિ પાત્રતાની ચેગ્યાયેાગ્યતાને લઈને ભિન્ન ભિન્ન આશ્ચયણે પરિણમે છે, તેથી જેને જે ચેાગ્ય હેાય તેને તેવા ઉપદેશ આપવા એવા ગ્રંથકાર મહારાજના ઉદ્દેશ છે.
સાંપ્રત કાલમાં ઉપદેશ દેવાના ક્રમ પ્રાયે બદલાયેલે લાગે છે. શ્રોતાઓના વિચાર કર્યા વિના વાંચનાર મહાશયે પેાતાના મનને ઠીક લાગે તેવા ગ્રંથે। સભામાં વાંચે છે. શ્રાવક ધર્મની પશુ જેને ખરાખર ખખર ન હાય તેવાઓની સમક્ષ આચારાંગાદ્ધિ અતિ કઠિન ગ્રંથે વાંચવામાં આવે છે. આથી ાતાવક્તાને કાલના જોઈએ તેવા ઉપયાગ થતા નથી, તેથી દેશકાળ અને શ્રાતાઓના વિચાર કરી ઉપદેશ દેવામાં આવે તે વિશેષ લાભનું કારણુ થઇ પડે, હવે બીજી રીતે બતાવે છે.
गिरिसिर १ पणाल २ मरुथल ३ कसिणावनि ४ जलहिमुत्ति
५ मणिखाणी ६ धम्मोवएसवासे फलजणणे जीवदिता ॥ १० ॥ શબ્દા—અથવા જેમ પર્વતનું શિખર, પરનાળ, મરુસ્થલ, કાળી જમીન, સમુદ્રની છીપ અને મણુિઓની ખાણુ એના સંબંધમાં આવેલા પાણીનું જુદું જુદું' પરિણામ થાય છે તેમ ધર્મોપદેશની વાસનાનું ફળ ઉત્પન્ન થવામાં જીવાની ચાગ્યતા ઉપર આધાર રહે છે. ૧૦
ભાવા—વ્યાખ્યાન શ્રવણુ કરનાર શ્રોતાઓ પૈકી કેટલાક બેદરકાર અને કાર્યાતરથી યગ્ર ચિત્તવાળા કોઇ ખરેખર વ્યાખ્યાન શ્રવણ કરી વિચાર કરતા નથી. રૂઢી સાચવવાને સારું વ્યાખ્યાન શ્રવણુ કરનાર અથવા માનની કે પ્રભાવની ઈચ્છાથી ઉપાયે જઈ કાળ ગાળનાર શ્રોતાએ પર્વતના શિખર જેવા છે. જેમ પતના શિખર ઉપર પડેલું જળ પર્વતના શિખરને કાંઈપણુ લાભકારી થતું નથી તેમ પૂર્વોક્ત લક્ષણવાળા શ્રોતાએને ઉપદેશરૂપી જળ લાભકારી થતું નથી.
બીજા જીવે પરનાળ જેવા છે. પરનાળ જેમ જળને ઝીલીને પેાતાની પાસે ન રાખતા જમીન, વાસણુ અગર ટાંકામાં નાંખે છે. પરંતુ પરનાળને જલની અસર થતી નથી, તેવી જ રીતે ગુરુમહારાજથી ઉપદેશ શ્રવણુ કરી તે ઉપદેશ ખીજાએને સંભળાવી પેાતાનું પતિપણું જાહેર કરે છે, પરંતુ પેાતાના આત્માનું ક્રોઇ પણ પ્રકારે હિત સાધી શકતા નથી; તેથી આવા પ્રકારના જીવા પણ ગુરુમહારાજના વચનામૃતનું પાન કરવાને ચેાગ્ય થઈ શકતા નથી, તેથી આવા જીવાને ઉપદેશ આપવા પ્રયત્ન કરવા નહીં.