Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ બીજા ગુણી પુરુષના ગુણને ઉત્કર્ષ સહન ન થઈ શકવાથી ગુણની અંદર મત્સર ધારણ કરી તે મુગ્ધ જન સંસારમાં પરિભ્રમણ કરે છે, કારણ કે પિતામાં રહેલા ગુણ ગવ અને બીજાના ગુણમાં ઈર્ષા થવાથી આત્મગુણની વૃદ્ધિને બદલે હાનિ થતાં આત્મા મલિનતાને પ્રાપ્ત થાય છે, તેથી ભવભ્રમણ કરવું પડે છે. તે આ બે મુનિના દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે. એક ઉપાશ્રયમાં નીચે ઉપર ઉતરેલા બે મુનિઓ માંથી એક તપસ્વી અને બીજા હમેશાં ભજન કરનાર હતા. એક વખતે તપાવી મુનિ કોઈ ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે ગયા, ત્યાં ભિક્ષા આપનાર બાઈ પાસે નિત્ય ભજન કરનાર મુનિની નિંદા અને પિતાના ગુણની સ્લાઘા કરી ચાલ્યા ગયા. પછી બીજા મુનિ તે જ ગૃહસ્થને ત્યાં ભિક્ષાર્થે આવ્યા. તેમને તે બાઈએ પૂછયું કે “ઉપાશ્રયમાં બીજા મુનિ આવ્યા છે?” તેમણે કહ્યું કે, “હા, એક મહાન તપસ્વી અને ગુણવાન મુનિ પધાર્યા છે. તેમના ગુણ આગળ મારામાં તે લેશ માત્ર પણ ગુણ નથી.” ઈત્યાદિ તેમના ગુણની પ્રશંસા અને આત્મનિંદા કરી તેથી તે બાઈ શંકાશીલ થઈ. કેઈ વખતે કેવળજ્ઞાનીને જોબ મળતાં તે બાઈએ પ્રશ્ન કર્યો કે, “તે બે મુનિમાંથી કયા મુનિને આત્મા ઉચ્ચ દશામાં વતે છે?” કેવળજ્ઞાનીએ ઉત્તર આપ્યો કે, “નિત્ય ભજન કરનાર મુનિને આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત થએલો છે, તેથી અલ્પ સમયમાં મોક્ષસુખ મેળવશે.’ આ ઉદાહરણને વિવેકી પુરુષે વિચાર કરી ગુણ કે ગુણ ઉપર મત્સર ધારણ કરી આત્માને મલિન કરે નહીં.
ગ્રંથકર્તા આ બીજા ગુણને ઉપસંહાર કરતાં શિષ્ટાચારની પ્રશંસા કરવાને ઉપદેશદ્વારા આગ્રહ કરે છે.
મતો વિજ્ઞાનેન શિષ્ટા-વારકશંકાવન માગમ विशुद्धधर्मोज्वलकीर्तिलामाऽ-भिलाषिणात्रोचित्तवृत्तियुक्त्या ॥९॥
શબ્દાર્થ –ઉપરોક્ત હેતુથી શુદ્ધ ધર્મ અને નિર્મળ કીર્તિની અભિલાષા રાખનાર વિવેકી પુષે ઉચિત વર્તનાપૂર્વક શિષ્ટાચારની પ્રશંસા કરવામાં આસક્ત થવું. આ પ્રમાણે શ્રાવકન પાંત્રીશ ગુણ પૈકી બીજા ગુણનું વર્ણન કર્યું.