Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણુ
૧૧૩
જેની પાસે જોઈએ તેટલું ધન છે, અને આવક પશુ સારી છે તેથી ભવિષ્યની આપત્તિના સંભવ ઘણે ભાગે થાડા રહે છે. તેવા પુરુષે આ ભવની પેઠે આવતા ભવ પણ સુખરૂપ થાય તેને માટે આવકમાં અડધાઅડધ ધન દર વર્ષે હિસામ કરી ધમકાર્યોંમાં ખરચવું જોઇએ. તેથી પણ કાઈ અવસરે અધિક ખરચ કરે તે પશુ તેને અડચણુ આવી પડતી નથી. ખાકી આ લાકનાં કાર્યો છે તેને અવશેષ રહેલા ધનથી યત્નપૂર્વક કરવાં. વળી કહ્યું છે કે—દુનીયામાં વગર કરે ધનના ચાર ભાગીદાર થઈ જાય છે. અને તેમાં જો મુખ્ય ભાગીદાર જે ધમ છે, તેના ઉપર દુર્લક્ષ કરવામાં આવે તેા માકી રહેલા જે ત્રણ ભાગીદારા રાજા, ચાર અને અગ્નિ એ પ્રાયે ધનવાનની ઈચ્છા વિના પણ તે ધનના બલાત્કારથી પણુ નાશ કરે છે, માટે ધનવાન પુરુષ/એ ધમ ઉપર વધારે લક્ષ આપી તેમાં ધન ખરચવા પ્રયાસ કરવા જોઈએ.
જો આવકના પ્રમાણમાં ખરચ કરવામાં ન આવે તે તેને કૃપણુતારૂપ પદવીની પ્રાપ્તિ થાય છે, અને કૃપણેા તે હુંમેશ પાષણુ કરવા લાયક પેાતાના આત્માને ઠગી દ્રવ્યને જ ભેગુ કરે છે; પરંતુ તે દ્રવ્યથી ધમને ઉપાર્જન કરતા નથી. તે જ કારણથી કહ્યુ છે કે—
“ નૈ જોકે નાયો,ન ધર્મ નાથેામયો । નોવારે નાવારે, જ્જ પતિવ્રુતે ॥ ૪ ॥ ” શબ્દાઃ—કૃપણ પુરુષ આ લેાકના, પરલેાકના, ધર્મના, અથ તથા કામના, ઉપકારના કાય માં ઉભા રહેતા નથી. ॥ ૪ ॥
ભાવાથ- —આ સંબધમાં સાપારાનિવાસી એક કાડાકાડી સુવર્ણ માલિક એક કૃપણુ શ્રેણીનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે છે—
ઉજ્જયિની નગરીમાં વિક્રમ રાજા રાજ્ય કરતા હતા. એક વખતે રાજસભામાં નટાએ અપૂવ નાટક કર્યું, તે વખતે રાજસભામાં બેઠેલા એક ગાવાનીઆએ નટાને એક બીજોરુ' ભેટ આપ્યું. તે અવસરે નટાએ કર્યું કે— “ એક ગણું દાન અને સહેસ્રગણું પુણ્ય. ” આ વાકય શ્રવણુ કરી રાજાએ પૂછ્યું કે—આ કેમ સ ́ભવે ત્યારે નટાએ કહ્યું કે–સાપારક નગરમાં કૃપણુના ઘરે જઈને જુવા. પછી કૌતુક જોવાની ઇચ્છાવાળા રાજા સેાપારામાં ગયા ત્યારે લાકા પાસે કૂંપણના ઘરની પૃચ્છા કરી. લેાકેાએ કહ્યું કે, તેના ઘરને વેગળું નાંખ,
૧૫