Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
108
विंशतितमः गुणवर्णन
હુવે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણુ પૈકી ઓગણીશમા ગુણનું વિવરણ સમાપ્ત કરી અનુક્રમથી પ્રાપ્ત થએલ “હમેશાં અભિનિવેશ(મિથ્યાગ્રહ)ના ત્યાગ કરવારૂપ ” વીશમા ગુજીના વિવરણને પ્રાર’ભ કરે છે.
પુરૂષ આગ્રહરહિત હૈાય તેને અનભિનિવિષ્ટ એટલે અનાગ્રહી કહેવામાં આવે છે. અને નીતિમાગ ને નહીં પ્રાપ્ત થએલા પુરૂષને પણ ખીજાથી મ્હારા પરાભવ થશે એવા પરિણામથી કાના આરંભ કરવા તેને અભિનિવેશ (આગ્રહ) કહેવામાં આવે છે. અને તે અભિનિવેશ નીચ પુરૂષે તે જ હાય છે. કહ્યું છે કેઃ-દુરાગ્રહ, નિષ્ફળ નીતિ અને ગુણરહિત મુશ્કેલી ભરેલા આરબા કરાવી નચ લેાકેાને શ્રમ આપે છે. પ્રવાહની સામે તરવાના વ્યસનવાળા મચ્છે તેવા દુરાગ્રહથી જ વૃથા પરિશ્રમ કરે છે.
શઠતાને લઈને નીચ પુરૂષાને પણ કાઈક વખતના અભિનિવેશપણાના સલવ છે. આથી કહે છે કે હમેશાં આગ્રહરહિત હૈાય તે પુરૂષ ધર્માધિકારી થાય છે, અને આગ્રહવાળા પુરૂષ પ્રાયે કરીને તત્ત્વાદિકના વિચારની બહાર હોવાથી જમાલી વિગેરેની પેઠે પેાતાના અંગીકાર કરેલાને પ્રતિપાદન કરે છે. કરાતુ અને કરેલુ એ બન્નેમાં સર્વ પ્રકારે પૃથક્ ભાવ જ છે તેમ માનવાથી અભિનિવેશિક નામના મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કેઃ—
જેમ અજીણુ થી જવરની પ્રાપ્તિ થાય છે અને સૂર્યના અભાવે અધકાર થાય છે. તેમ નૃશ'સ એટલે આત્માના ગુણના ઘાત કરનાર એવા અભિનિવેશ (આગ્રહ)થી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે એમ સમજવું. વળી જેના મનની અંદર અત્યંત વેગવાળા અભિનિવેશરૂપી વિષના વેગ પ્રસરે છે તેને વિષે ગુરૂના ઉપદેશરૂપ મંત્રને પ્રયુક્ત કર્યો હોય તેા પણ સંક્રમણુ થતા નથી. જેમ રાવણ અને દુર્યોધનને વિષે અનુક્રમે વિભીષણુ અને ભીષ્મપિતામહના ઉપદેશા સંક્રમણ થયા ન હતા. કહ્યું છે કેઃ—