Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૨૦૨
શ્રાદ્ધગુણવિવરણ સઘળા ધર્મોમાં પ્રધાનપદ ભોગવનારી દયા સિવાય સત્ય પ્રમુખ ગુણે સ્કુરાયમાન થતા નથી તેમજ ધર્મરૂપ કલ્પવૃક્ષનું બીજઃ સમગ્ર જગતના પ્રાણીઓને સુખ આપનાર અને અનંત દુખોને નાશ કરનાર જો કોઈ હોય તે તે એક જ દયા જ છે. એક નાયક વગરનું સૈન્ય નકામું ગણાય છે તેમ દેવગુરુની ચરણપાસના, તપસ્યા, ઇદ્રિને નિગ્રહ, દાન આપવું અને શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સઘળું એક દયા વિના નિષ્ફળ ગણાય છે. જે આજ કે કાલ અથવા કાળાંતરે મૃત્યુ થવાનું છે એવો નિશ્ચય જ છે તે પછી એક હારા પિતાને નાશ થયાથી ઘણા પ્રાણીએના પ્રાણેને રક્ષણ થતું હોય તો શું એટલાથી બસ નથી? આ હેતુથી મહારા પ્રાણેને પણ અપૂર્ણ કરી આ ગાયને બચાવવી યોગ્ય છે. એ નિશ્ચય કરી રાજાએ આખી રાત તે ગાયનું રક્ષણ કર્યું. પ્રાતઃકાળમાં સૂર્યોદય થતાં સિંહ, ગાય કે પોપટને દેખ્યા નહીં. કેવળ પોતાને જોઈ મનની અંદર આશ્ચર્ય અને તર્કવિતર્ક કરે છે તેટલામાં બે દેને પેતાની આગળ જોયા. વિસ્મય હૃદયવાળા તે બે દે પણ આ પ્રમાણે છેલ્યા–સાંપ્રત કાળમાં પૃથ્વી ઉપર સખાવત કરનાર અને જાગફક એવી દયા પ્રમુખણેએ કરી શુદ્ધિ કરનાર વિકમ રાજાના જે કોઈ બીજે પુરુષ નથી. એ પ્રમાણે દેવની સભામાં હર્ષિત થએલે સાક્ષાત ઇંદ્ર પોતે જ તમારી કીત્તિની પ્રશંસા કરે છે, માટે હે નરદેવ ! તને ધન્ય છે. હારી પરીક્ષા કરવા માટે સિંહ, ગાય અને પિપટના રૂપે કરી અમો બને દેએ દેવમાયા દેખાડી હતી. તારી દયા-રસિકતા ઇંદ્ર વર્ણનથી પણ હજારગણું અમે એ જોઈ માટે વર માગે, રાજા કંઈ પણ ઈચ્છતું નથી. તે પછી તે બન્ને દે રાજાને કામધેનુ ગાયને સાથે લઈ નગરીની સન્મુખ આવું છે તેવામાં રસ્તાની અંદર એક બાળકકાળા બ્રાહ્મણે રાજાને કહ્યું કે-હે દુખી પ્રાણુઓના દુઃખને હરનાર વિક્રમ નરેશ! આ બાળકની માતા મરી ગઈ છે. હવે આ બાલક દૂધ વગર રહી શકતે નથી. ઘરમાં લક્ષમીનો અભાવ હોવાથી હું ગાય મેળવી શકતું નથી, તેથી હું દુઃખી છું. આ બીના સાંભળીને દયાથી સ્નિગ્ધ હૃદયવાળા રાજાએ બ્રાહ્મણને કામધેનુ ગાયને આપી દઈ પોતાના સ્થાનને ભૂષિત કર્યું. . હવે ગ્રંથકાર મહારાજ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે –
एवं दयारसोल्लासि धर्मसाम्राज्यशालिनः ।
संपदा सर्वतो वीक्ष्य सदा भाव्यं दयालुना ॥६॥ શબ્દાર્થ –એ પ્રમાણે સર્વ ઠેકાણે દયાના રસથી વૃદ્ધિ પામતા ધમરૂપ મહાન રાજ્યને શોભાવનારી સંપદાઓને જોઈ હે ભવ્ય લોકે! તમારે નિરંતર દયાળ થવું જોઈએ. ૬ તિ શિરમો કુળ ૨૨ |