Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૨૦૪
પ્રાદ્ધગુણવિવરણ રાષ્નાથ - ચન્દ્રમા નક્ષત્રનો સ્વામી છે તે પણ અમૃતમય હોવાથી અર્થાત્ સૌમ્ય પ્રકૃતિને લઈ ગ્રહોના સમૂહથી સેવાય છે, અર્થાત્ ચહેને સમુદાય ચંદ્રને આશય કરે છે. અને દુખેથી જોઈ શકાય એવો સૂર્ય ગ્રહોના સમુદાયનો સ્વામી છે તે પણ પિતાની તીવ્ર પ્રકૃતિને લીધે ગ્રહગણથી રહિત એલે પરિભ્રમણ કરે છે.
અથવા જેનું હદય કૂર ન હોય તેવા પુરુષને સૌમ્ય કહે છે. અને તેવા પુરષને કોઈએ હેટો અપરાધ કર્યા છતાં પણ તેને ખરાબ કરતો નથી. જેમ વરધવલ નામના રાજાએ કર્યું હતું. તેનું દૃષ્ટાંત જાણવા જેવું હોવાથી નીચે બતાવવામાં આવે છે.
કેઈક વખતે દિવસમાં વિરધવલરાજા ચંદ્રશાળામાં સૂતો હતે. તે અવસરે વસથી ઢાંકેલા મુખવાળા અને જાગતા રાજાને ઊંઘે છે એમ માની તેની પગચંપી કરનાર કઈક ખવાસે તે રાજાના અંગુઠામાં રહેલી રત્નની અંગુડી લઈને મોઢામાં મૂકી. પણ રાજાએ જાણવા છતાં કોઈ પણ કહ્યું નહીં અને બીજે દિવસે ભંડાર માંથી તેવા પ્રકારની જ બીજી અંગુઠી કઢાવી અને પહેરીને પાછો ત્યાં જ સૂઈ ગ.પગચંપી કરનાર ખવાસે પ્રથમની પેઠે તેને ગ્રહણ કરવા માટે પ્રારંભ કર્યો, પરંતુ રાજાએ કહ્યું કે-આ અંગુઠી લઈ લેતે નહીં. જે ગઈ કાલે લીધી છે તે તને જ આ ૫વામાં આવે છે. આ વચન સાંભળી ભયભ્રાંત થયેલે ખવાસ રાજાના પગમાં પડે તેટલામાં કોઈએક કાર્ય માટે આવેલા વસ્તુપાલ મંત્રીએ તે ખવાસને હંકાર્યો તે વખતે રાજાએ કહ્યું કે-હે મંત્રિન! આ દેષ આ ખવાસને નથી, પરંતુ અમારી કૃપણતાને આ દેષ છે. એમ બોલી ભય પામેલા ખવાસને કહ્યું કે–હે વત્સ ! ડરીશ નહી. હું જાણું છું કે છેડી આજીવિકાથી ઈચ્છા પૂર્ણ થતી નથી માટે આજથી લઈને અડધા લાખ હારી આજીવિકા માટે અને ઘડો તને આરોહણ કરવા માટે અર્પણ કરું છું. આ પ્રમાણે તે ખવાસને આશ્વાસન આપવાથી રાજાનું લોકમાં “સેવકસદાફળ” એવા પ્રકારનું બિરૂદ પ્રસિદ્ધિમાં આવ્યું.
પૂર્વોક્ત પ્રકૃતિવાળા કરતાં વિપરીત સ્વભાવવાળે એટલે કઠોર પ્રકૃતિવાળો મનુષ્ય તે હિતશિક્ષા આપનાર ઉપર પણ નાખુશી બતાવનાર આકૃતિને પ્રગટ કરે છે. આ બાબતમાં લહમણુસેન રાજાનું ઉદ હરણ નીચે પ્રમાણે છે
ગૌદેશમાં લક્ષણાવતી નામની નગરીમાં સંપૂર્ણ બુદ્ધિના ભંડારરૂપ ઉમાપતિધર નામના મંત્રીથી જેના રાજ્યની ચિંતા કરાય છે એવો લમણસેન નામનો રાજા ઘણા કાળ સુધી રાજ્ય કરતો હતો. જેમ મદાધ થયેલે હાથી