Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 261
________________ શ્રાદ્ધગુણવિવરણ : અંધકારથી છવાયેલું છે તે પુરૂષ કેઈ વખત પણ પિતાના ગુણે અથવા તે પિતાને પ્રકાશમાં લાવવા શક્તિમાન થઈ શકતું નથી માટે આત્મગુણ પ્રકટ કરવાની ઈચ્છા રાખનારે કેપ થવાનું કારણ પ્રાપ્ત થયું હોય તે પણ કેપના ભયંકર વિપાકનો વિચાર કરી ક્ષતિદ્વારા ઉપશમાવવો જોઈએ કે જેથી કપરૂપ અંધકારને પડદે ખસી જવાથી પવિત્ર આત્મગુણ સહેલાઈથી પ્રકાશમાં આવશે. ૬ जितरोषरया महाधियः सपदि क्रोधजिता लघुर्जनः । विजितेन जितस्य दुर्मतेमतिमद्भिः सह का विरोधिता ॥७॥ શબ્દાર્થ-જ્યારે વિશાળ બુદ્ધિવાળા પુરુષે એકદમ કેપના વેગને છતી લે છે, અર્થાત્ કોપને પોતાના બુદ્ધિબળવડે દબાવી દે છે. ત્યારે તુચ્છ પુરૂષને અર્થાત્ નિર્બળ બુદ્ધિના મનુષ્યને ક્રોધ જીતી લે છે અર્થાત્ પરાભવ કરે છે. ખરૂં છે કે વિજેતા એટલે બળવાન સાથે મંદમતિને એટલે નિર્બળ હદયવાળા પુરૂષને અને બુદ્ધિમાન એટલે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખી શકનારાઓ સાથે પરાભવ પામેલાને એટલે નિબલને વિરોધ શી રીતે હોઈ શકે ? તાત્પર્ય કે-ક્રોધ બુદ્ધિમાન મનુષ્યના વિચારબળ સામે ટકી શકતો નથી, પરાભવ જ પામે છે, જ્યારે તે જ ક્રોધ નિર્બળ મનના માણસ સામે ફાવી જાય છે. વિરોધ તે સરખા બળવાળાને ટકી શકે. જૂનાધિક બળવાળાને વિરોધ વધારે વખત ટકી શકતો નથી. જે બળવાન હોય તે જિતે અને નિર્બળ હારી જાય. ૭ વૃક્ષથી ઉત્પન્ન થયેલું ઝેર વૃક્ષને નાશ કરતું નથી, સર્ષથી પેદા થયેલું ઝેર સપને નાશ કરતું નથી, પરંતુ આ ક્રોધરૂપ ઉત્કટ હલાહલ છે જેનાથી ઉત્પન્ન થાય છે, તેને જ બાળી નાખે છે એ કેવું ખેદજનક આશ્ચર્ય છે? - હવે લેભનું વર્ણન કરે છે–દાન દેવા લાયક પુરૂષોને વિષે પિતાના પૈસાને વ્યય નહી કરો તેમજ કારણ સિવાય બીજાના ધનને લઈ લેવું તેને લોભ કહે છે. વળી પાપનું મૂળ પણ લોભ જ ગણાય છે. લોભાનંદી વિગેરે વાણીઆને સઘળા પાપનું મૂળ આ લોભ જ થયો હતો. એ પ્રમાણે સાંભળી લોભ નહીં કરતાં સંતોષ રાખવો જોઈએ. લેભથી ગભર બનેલા મનુષ્યો આ પ્રમાણે ચેષ્ટા કરે છે – - લોભ હંમેશાં ચિંતન કરવા લાયક છે, પરંતુ લોભી પુરૂષાથી તે સવકાળમાં ભય દેખાય છે, કેમકે લક્ષમીમાં લુબ્ધ થએલા પુરૂષમાં કાર્યકાયને

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274