Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 265
________________ ૨૩૨ માધગુણુવિવરણ નથી. અર્થાત્ જેમ હાથી પગ, છાતી વગેરે સાત અંગેાથી સ્થિર થયેલા ડાવાથી તેમજ અક્કડ શરીર હાવાને લીધે ઊંચુ જોઇ શકતા નથી; તેમ માની પુરૂષ પણ જાતિ, કુલ, રૂપ, અશ્વયં વિગેરે મદેથી ઘેરાયેલા હેાવાથી તેમજ અક્કડ શરીર અને અભિમાનથી ગરમીને લઇને દૃષ્ટિવડે ઉંચુ જોઈ શકતા નથી. ાગા માનને ત્યાગ થવાથી જ માહુમલી મહર્ષિની પેઠે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, માટે અમહિતની ઈચ્છા રાખનાર વિવેકી પુરુષે માનનેા અવશ્ય ત્યાગ કરવા જોઇએ. હવે મદનુ વર્ષોંન કરે છે—ખળ, કુળ, અશ્વય, રૂપ અને વિદ્યા વિગેરેથી અહંકાર કરવા અથવા બીજાને દબાવવાઅે કારણભૂત હાય તેને મદ કહેવામાં આવે છે. તે માટે કહ્યું છે કેઃ— સઘળા મનુષ્યેાના હૃદયમાં સ્થાન કરનાર એક મદરૂપ શત્રુ છે, કારણ કે જેનાથી આવેશવાળા થયેલા મનુષ્ય સાંભળી શકતા નથી, જોઇ શકતા નથી અને અક્કડ રહે છે. અર્થાત્ ખરી ખીના સાંભળવામાં અને યથા વસ્તુ જોવામાં પ્રતિબંધક હાવાથી મનુષ્ય જાતિ માટે ખરે દુશ્મન માન જ છે. મૌન ધારણ કરવું, સુખને ખીજાના તરફથી ફેરવી દેવુ, ઉપર જોવું, નેત્રાનું બંધ કરવું, શરીરનું મરહવું અને વીટવું આ સઘળું અહંકારનું પ્રાથમિક રૂપ ગણાય છે. એટલે ઉપર જણાવેલી ચેષ્ટાથી અભિમાની મનુષ્ય એકદમ એળખાઇ આવે છે. શૌય મદ, રૂપમદ, શૃંગારમદ અને ઉયકુળને મદ આ સઘળા મદરૂપવૃક્ષો મનુષ્યાના વિભવ રૂપ મદથી જ ઉત્પન્ન થએલાં છે. શૌય મદ ભુજાને, ૨૫મદ આરિસા વિગેરેને અને કામમદ સ્રીને જીવે છે, પરંતુ આ વિભવમદ તા જાય ધ હોવાથી કાંઇ જોઈ શકતા નથી. અર્થાત પ્રથમના મદો જ્યારે અકેક વસ્તુ તરફ મનુષ્યાનું ધ્યાન ખેંચાવે છે ત્યારે ધનમદ તે મનુષ્યાને તદ્ન આંધળા જ બનાવી દે છે, મનુષ્યને ધનમદ તે કાંઇ આત્મારામ(આત્માનંદ) જેવા જ જાય છે, કારણ કે જેમ આભાન દથી મનુષ્ય આંતરિક સુખના આનંદથી નેત્રા બંધ કરી લે છે અને ધ્યાનારૂઢ થઈ જાય છે તેમ ધનમદથી પણ આંખા મીંચે છે અને જાણે એકાશ્રતાપૂર્વક સમાધિ ચઢાવી ન હોય તેમ સમાધિમાં લીન થઈ જાય છે. મનુષ્યાન અધિકારમ૬ હમેશાં કૂટી ચઢાવવાવાળા હોવાથી વિકાળ, કઠોર ભાષણ કરાવનાર, હઠપૂર્વક તાડના કરનાર અને સવ ભક્ષણ કરનાર ર રાક્ષસ જેવા ગણાય છે. પુરૂષોના એક કુળમદ તેા પેાતાના પૂર્વજના પ્રતાપની મ્હોટી મ્હોટી વાતા

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274