Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 262
________________ શાહગુણવિવરણ વિક જ નથી તેથી લોભવશ થઈ બીજાનું અહિત કરે એ બનવાજોગ છે. માયા, અ૫લાપ, વસ્તુની અદલાબદલી, ભ્રાંતિ, તપાસ અને કૂડકપટ કરવાનું મૂળ કારણભૂત, સંગ્રહ કરવામાં દુષ્ટ પિશાચરૂપ અને સર્વ હરણ કરનાર લેભ જ છે. લેવડદેવડમાં ખોટાં ત્રાજવાં, લાઘવ ક્રિયા, ફેંકવું અને ખાવાના બાનાથી ખરેખર દિવસના ચેરો આ વાણીઆઓ મહાજન છતાં પણ ચેરી કરે છે. અનેક પ્રકારનાં વચનોની રચનાથી આખો દિવસમાં લોકોના ધનનું હરણ કરી તે કૃપણ ઘરકાર્યમાં ત્રણ કેડીઓ મુશ્કેલીથી આપે છે અને તે કથા સાંભળવામાં રાગી હોવાથી હંમેશાં પવિત્ર પુરતક સાંભળવા જાય છે, પરંતુ કાળા સપેથી ડસાયેલાની પેઠે દાનધમથી પલાયન કરે છે. વળી વસ્તુના વેચાણ વખતે મૌન ધારણ કરનાર તે ધૂર્ત વાણીઓ કોઈને ઉતર આપતા નથી, પરંતુ થાપણુ મૂકવી છે એવા શબ્દ માત્રને સાંભળી તેની સાથે સારી રીતે આલાપસંલાપ કરે છે, ઊભું થાય છે, પ્રણામ કરે છે, કુશળ પૂછે છે અને સ્થાન આપે છે, તેમજ હાથમાં કેવલ થાપણને જઈ વાણીઓ ધર્મ સંબંધી કથાઓ કરવા લાગે છે. આ સ્થાન તમારે રવાધીન છે; પરંતુ ઘણા કાળ સુધી થાપણનું પાલન કરવું મુશ્કેલ છે, દેશકાળ વિષમ છે તે પણ તે શ્રેષ્ઠ પુરુષ! હીરો હું દાસ છું, થાપણનું પાલન કરનાર અને પ્રશંસા કરવા લાયક આ ઉત્તમ દુકાન કોઈ વખત કલંકિત થઈ નથી, એ પ્રમાણે કાર્યના જાણુ પુરૂષોએ ઘણે વખત અનુ ભવ કર્યો છે એ વાત તું જાણતા નથી. એ વિગેરે મંદમતિની પાસે પરસ્પર અસમંજસ વર્ણન કરી આંતરિક મનેરથી ખુશી થતો તે પાપી સુવર્ણના સમૂહને ગ્રહણ કરે છે. તે પછી તે થાપણુ પચાવવાથી ઉન્ન થયેલા લેવડદેવડમાં અપરિમિત લાભ થવાથી અને કરિયાણાના સમૂહથી તે વેપારી કુબેરની હાંસી કરે છે અને સંસારરૂપ છ મંદિરમાં ઉત્પન્ન થયેલા ભયંકર મોટા ઉંદરો જેવા તે કૃપણ પુરૂષ દાન તથા ઉપભેગથી રહિત એવા દ્રવ્યની રક્ષા કરવામાં હમેશાં આનંદ માને છે. હવે તે થાપણું મૂકનાર પુરૂષ દિશાએમાં પરિભ્રમણ કરી ભવિતવ્યતાના યોગથી કેાઈ પણ રીતે ધનથી અને જનથી રહિત થયેલ ઘણા લબા કાલે પિતાના દેશને પ્રાપ્ત થયે. ત્યાં શંકાયુક્ત થયેલા તે કર્પણ પુરૂષે કેઈને પૂછ્યું કે તે મહાપુરૂષ કયાં ગયે ? તે સાંભળી કઈ એક પુરૂષ તેની પાસે આવી છે કે-તે મહાપુરૂષની વિભૂતિ તે આજકાલ કાંઈક જુદી જ દેખાય છે. આ પ્રમાણે સાંભળી અત્યંત વિસ્મયથી મસ્તકને કુણાવતે તે તેના ઘર પ્રત્યે ગયે. ત્યાં દ્વારમાં રોકાયેલો તે નિબુદ્ધિ અને જીરું

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274