Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 259
________________ ૨૨૬ શ્રાદ્ધગુણવિવરણ શબ્દાર્થ – હેટાઈ, પંડિતપણું કુલીનપણું અને વિવેક ત્યાંસુધી જોવામાં આવે છે કે જ્યાં સુધી અંતઃકરણમાં પાપયુક્ત કામરૂપ અગ્નિ પ્રદીપ્ત થયો નથી. અર્થાત. અંતકરણમાં કામાગ્નિને પ્રવેશ થતાં મહત્વ વિગેરે ગુણગણુને બાળીને ભસ્મ કરે છે માટે આવા કટ્ટા શત્રુને હૃદયમાં દાખલ થતાં પહેલાં તેનાથી થતી ખરાબી વિગેરેને વિચાર કરી શમ, દમરૂપ જલના પ્રવાહથી તેને શાંત કરવો જોઈએ. જે ૨ . दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुराऽवस्थितं, ...... कामान्धस्तु यदस्ति तत्परिहरन् यनास्ति तत्पश्यति । कुन्देन्दीवरपूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवा-- । नारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥३॥ શબ્દાર્થ-જગની અંદર અંધ પુરુષ પિતાની આગળ રહેલી દેખાય એવી વસ્તુને પણ જોઈ શકતું નથી, જયારે કામાંધ પુરૂષ તે જે વરતુ હોય તેને ત્યાગ કરી જે વસ્તુ ન હોય તેને જુવે છે; કેમકે કામાંધપુરૂષ અશુચિના ઢગલારૂપ પિતાની ભાર્યાના શરીરની અંદર મેગરાનું ફૂલ, કમળ, પૂર્ણચંદ્ર, કળશ અને શોભાવાળી લતાએાના પાંદડાને આરોપ કરી ખુશી થાય છે. ૩ ભાવાર્થ-યથાર્થ વિચાર કરવાથી જણાઈ આવે છે કે અંધ પુરૂષને કમના દૃષથી ચક્ષુનો વિષય નહીં હોવાને લીધે પોતાની પાસે રહેલી વસ્તુઓને ન જઈ શકે એ બનવાજોગ છે, અને તે નહીં જેએલી વસ્તુઓને સ્પર્શદ્વારા ગમે તેવા રૂપમાં તેનું વર્ણન કરે પરંતુ હાંસીને પાત્ર થતો નથી. કામાંધ પુરૂષ તે પિતાની ચક્ષુદ્રિયદ્વારા દરેક વરતુઓને તેના ગુણ દેશની સાથે જોઈ શકે છે, છતાં જેના શરીરના બાર દ્વારેથી નિરંતર નગરના ખાળની પેઠે અશુચિને પ્રવાહ વહ્યા કરે છે, તેવી સ્ત્રીઓ અશુચિની ખાણરૂપ હેવાથી હમેશા અપવિત્ર છે તેને પવિત્રણે દેખનારા કામાંધ પુરુષે જેને એક પણ અવયવ પવિત્ર નથી છતાં એના નેને કમળની, મુખને પૂર્ણ ચંદ્રની, લલાટને અર્ધચંદ્રની, કીકીને તારાની, ભ્રકુટીને ધનુષ્યની, મુખના શ્વાસને કમળની સુગંધીની, વાણીને અમૃતની, તનને કળશની, જઘાઓને કેળની અને ગતિને ગજની ઉપમા આપે છે. વાસ્તવિકમાં જેની ઉપમા આપવામાં આવે છે, તેના ગુણેનો લેશ પણ સ્ત્રીઓના અવયવમાં હેત નથી, છતાં મેહ પરવશ થયેલા કામી પુરુષો તેણીનામાં શ્રેષ્ઠ પદાર્થોને આરેપ કરી અપવિત્રને પવિત્રને માની આનંદ માનનારાઓને

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274