Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
चतुस्त्रिंशत्गुणवर्णन. હવે ગ્રંથકાર ક્રમથી પ્રપ્ત થયેલા અંતરંગરિ પવર્ગને ત્યાગ કરવારૂપ ત્રીશમાં ગુણના વિવરણને પ્રારંભ કરે છે–
સત્તાકરિષવષરિહાર – અંતરંગારિ ષડ્રવર્ગ એટલે કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષરૂપ આ છ ભાવ શત્રુઓને પરિહાર કરવામાં એટલે તેને નહીં સેવવામાં તત્પર હોય તે પુરૂષ ગૃહસ્થ ધર્મને યુગ્ય થાય છે. તેમાં યુક્ત વગર જાયેલા કામ, ક્રોધ, લે ભ, માન, મદ અને હર્ષ સારે ગૃહસ્થાને અંતરંગારિષડૂવર્ગ (છ ભાવશત્રુઓ) ગણાય છે. તેને માટે કહ્યું છે કે
कामः क्रोधस्तथा लोभी हर्षो मानो मदस्तथा ।
षड्गमुत्सृजेदेनं तस्मिस्त्यक्ते सुखी भवेत् ॥१॥ શબ્દાર્થ – કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદરૂપ આ પવગને ત્યાગ કરે છે તે પ્રાણી સુખી થાય છે. અર્થાત્ કામ વિગેરે ભાવ શત્રુઓ જ. પ્રાણી માત્રને ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરાવે છે અને તે તે ગતિના ભયંકર દુઓનું ભાજન કરે છે માટે વિચારવંત પુરૂષ ઉપરના છ શત્રુઓના સંસર્ગથી બચવા બનતે પ્રયાસ કરે છે ?
તેમાં પ્રથમ કામરૂપ શત્રુને વર્ણવે છે બીજાએ અંગીકાર કરેલી અથવા તે પરણ્યા વગરની સ્ત્રીઓની અંદર દુષ્ટ આશય તેને કામ કહે છે અને તે કામ રાવણ, સાહસગતિ અને પદ્મનાભ વિગેરેની પેઠે વિવેક તેમજ રાજ્યનો નાશ કરવામાં અને નરકમાં પાડવા વિગેરેમાં કારણભૂત થાય છે. કહ્યું છે કે –
तावन्महत्व पाण्डित्वं कुलीनत्वं विवेकिता । यावज्ज्वलति चित्तान्तन पापः कामपावकः ॥ २॥