Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 248
________________ ૨૧૫ શ્રાદ્ધગુણવિવરણ વાળે થઈ સુખેથી નિદ્રા લે જેથી હું હારી પાસે રહી ઘણા કાળ સુધી જીવિતને ધારણ કરનાર એવા તને પવન નાખું” એ પ્રમાણે નરપતિના બોલવાથી ખુશી થએલો રાજાના ચરણમાં પ્રણામ કરી તે સિદ્ધ પુરુષ બે કે-હે વિશ્વને આધારભૂત ! તું દેવતાઓને પણ નમસ્કાર કરવા લાયક છે તેમજ ઉપકારગુણ સઘળા ગુણેમાં શિરોમણું ગણાય છે તે ઉપકાર હારામાં સામારૂપે પ્રાપ્ત થઈ ત્રણ જગતની અંદર જાગરૂક થયે છે એવા રાજાઓના અધિપતિ અને મને આયુષ્યપર્યન્ત જીવતદાન આપનાર હાર ઝણથી આ તૃણ જે મનુષ્ય કેવી રીતે મુક્ત થવાનો?” તે પછી તેના વિનયગભિત વચનેથી નેહયુક્ત હૃદયવાળા રાજાએ અસાધારણ આશ્ચર્ય આપનારી ગુટિકા તે સિદ્ધપુરૂષને સ્વાધીન કર્યાની સાથેજ “હે રાજન !હારા ઉપર પ્રસન્ન થઈ આ ગુટિકાને ગ્રહણ કરી મને અનુગ્રહ કરે એ પ્રમાણે સિદ્ધપુરૂષે કહે છતે રાજા બીજી વખત આ પ્રમાણે બે -“હે કૃતજ્ઞ શિરોમ ણ! હું કોઈનું કઈ પણ ગ્રહણ કરતા નથી તે હે સિદ્ધપુરૂષ! હારી આ ગુટિકા મહારાથી કેવી રીતે ગ્રહણ કરી શકાય ? પરંતુ હે પંડિત પુરૂષ ! ઘણું હોટા મહિમાથી આશ્ચર્ય આપનારી અને દુખેથી પ્રાપ્ત થનારી આ ગુટિકા કયાંથી મેળવી શકાય છે? તે હકીકત છે ડાહ્યા પુરૂષ! મને કહી સંભળાવ.” આ પ્રમાણે રાજાને આદેશ થતાં તે સિદ્ધપુરૂષ બે કે- હે રા આના મસ્તકેથી મુકુટાયમાન ચરણવાળા ! તું સાંભળ, દક્ષિણ દિશામાં અતિ ધરાવતે મલયચલ નામે એક પર્વત છે તેના અતિ ઉચા અને સર્વ ઋતુમાં પ્રફુલ્લિત થનાર વનવાળા શિખર ઉપર રામશેખદેવનું જગતમાં આશ્ચર્યજનક એક મંદિર છે. ત્યાં ખાળમાંથી પડતું અને બળતા અગ્નિના જેવું દેવતાનું સ્નાનજળ જે સાહસિક પુરૂષ પિતાના હાથમાં છ મહિના સુધી ધારણ કરે છે તે પરાક્રમના ખજાનારૂપ તેમજ શુદ્ધવિધિને જાણકાર પુરૂષ દેવની પ્રસન્નતાથી હે રાજન! આવા પ્રકારની ગુટિકાને મેળવી શકે છે. વળી આ ગુટિકા માટે અનેક ડાહ્યા પુરૂષો તે ઠેકાણે આવે છે પરંતુ કેઈએક પુણ્યાત્મા મહાશય તેને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે તે સિદ્ધપુરૂષનું મનહર વચન સાંભળી હૃદયમાં વિરમય થએલા રાજાએ તે સિદ્ધપુરૂષને ઘણા માનપૂર્વક ત્યાંથી રવાને કરી તેમ શય્યામાં પવિત્ર અને નિશ્ચય હદયવાળો રાજા સુખરૂપ નિદ્રાથી અર્ધરાત્રિનું ઉલ્લંઘન કરો, શમ્યમાંથી ઉઠી, તરતજ વેશ બદલાવી, અત્યંત પરાક્રમી, હાથમાં તલવાર ધારણ કરનાર, કલ્યાણ કરનાર, મહાન પુરૂષોની ગતિને અનુસરનાર અને ચારે તરફથી નિપુણ પરિવારથી પણ નહીં જાણવામાં આવેલ તેમજ રાજાએની અંદર હસ્તિસમાન તે અસલ જા

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274