Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ પ્રાણીઓને આનંદ આપનારા હે મહારાજ ! પ્રસન્ન થઈ અમારા અનુગ્રહ માટે આ હારને ગ્રહણ કરો. ભરતરાજા તેનું વિનયયુક્ત વયન સાંભળી સભાની અંદર બહુમાનપૂર્વક આ પ્રમાણે બોલ્યો કે-અહે ! તે રાજાની કૃતજ્ઞતા, અહે ! તેની લકત્તર સ્થિતિ ? જે હારા સ્વ૫ પરોપકારને મેરુપર્વતથી પણ મે માની તે ડાહ્યા અને શિશિરોમણિ રાજાએ મહિમાના રથાનભૂત આ હારને પોતે એકલા
વ્યો છે. પરંતુ જે પુરુષ બીજાને ઉપકાર કરી તેના પ્રયુપકારની ઈચ્છા રાખે છે તે પુરૂષ ક્ષણવારમાં પેતાના આત્માને નિઃસત્વ પુરુષોની પંક્તિમાં સ્થાપન કરે છે. તે માટે કહ્યું છે કે
इयमुञ्चधियामलौकिकी महती काऽपि कठेरिचिाता।
उपन्य भवन्ति दूरतः परतः प्रत्युपकारशकया ॥ १४॥ શબ્દાથ-ઉન્નત બુદ્ધિવાળા પુરુષની આ ચિત્તકઠોરતા મોટી અને કાંઈ વિલક્ષણ જ જણાય છે કેમકે પોતે ઉપકાર કરી બીજાના પ્રત્યુપકારની શંકાથી દૂર થઈ જાય છે. અર્થાત મેં જેના ઉપર ઉપકાર કર્યો છે તે પુરૂષ મને તેના બદલે આપશે એવા ભયથી ફરીથી તેના સમાગમમાં આવતા નથી. તે ૧૪
તે કારણથી તે ઉત્તમ પુરૂષ! આ હારને હું ગ્રહણ નહી કરું એ પ્રમાણે તેની સાથે સંભાષણ કરી, ને સંતેષ પમાડી તે પુરૂષને રાજાએ પાછા મોકલ્યા. કે એક વખત અરિષ્ટપુરથી જે પુરૂષને ઊપડી લાવ્યા હતા તે પુરુષ ને પિતે રાજાએ પડ્યું એટલે તેણે પિતાનું ચરિત્ર કહી સંભળાવ્યું, તે આ પ્રમાણે છે–
કથા કરવાથી આજીવિકા ચલાવનાર, રાજાને સેવક અને અનેક શાસ્ત્રને જાણકાર પારાશર નામને પ્રસિદ્ધિ પામેલે હું કથક છું. દેવતાના આદેશથી જે જે હું કથાનક કહું છું તે તે કથાનક અત્યંત આય કરવાવાળું અને ખરેખર તેવું જ હોય છે અર્થાત સત્યભૂત હોય છે. કેઈએક વખતે રાજાની આજ્ઞાથી રેગીસ્ત થએલા રાજપુરના આરેગ્ય માટે મેં મંત્રપચારને પ્રારંભ કર્યો પરંતુ દુષ્ટ કર્મોની ગતિ વિચિત્ર હેવાથી રાજાને પુત્ર ક્ષણવારમાં મરણ પામ્યો તેથી લોકોમાં ભારે વિવાદ થયો. તે સાંભળી આ પુરૂષે જ કુમારને મારી નાંખ્યો છે એમ ધારી કુપિત થએલા રાજાએ મને મારવા માટે સુભટને સોંપી દી. આપ ળ તે સુભટથી છોડાવી મને અહિં લાવ્યા છે, તો હવે પછી મહારૂં જીવિત તમારે સ્વાધીન છે. એ પ્રમાણે બેલી તે મૌન થતાં રાજાએ ગોરવ પુર્વક તેના પ્રત્યે કહ્યું કે, તું કેઈએક આશ્ચર્ય