Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 238
________________ શ્રાદ્ધગુણવિવરણ ૨૦૫ હાથણીને સંગ કરવાથી કાદવમાં ફસી પડે છે તેવી રીતે તે રાજા મદોન્મત્ત ગજઘટાના સંસર્ગથી જાણે મદાંધ ન થયો હોય તેમ ચંડાલનીના સંસર્ગરૂપ કાદવમાં ફસી ગયે હતે. અર્થાત્ ચંડાલનીની સાથે વિષયસુખમાં મગ્ન થયો હતો. આ વૃત્તાંત ઉમાપતિધર નામના મંત્રીના જાણવામાં આવ્યું હતું, પરંતુ પોતાના સ્વામિની ક્રૂર પ્રકૃતિ હેવાથી સાક્ષાત્મણે પ્રતિબંધ કરો અશક્ય છે એમ વિચાર કરી તે રાજાને બીજા પ્રકારથી પ્રતિબધ કરવા માટે સભામંડપના પાટા ઉપર મંત્રીએ ગુપ્તપણે નીચેનાં અન્યક્તિગર્ભિત કાવ્યો લખ્યાં– शैत्यं नाम गुणस्तवैव तदनुस्वभाविकी स्वच्छता किं ब्रूमः शुचितां व्रजन्त्यशुचयः स्पर्शात्तवैवापरे । किश्चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवनं देहिनां स्वं चेनीचपथेन गच्छसि पयः ! कस्त्वां निरोधुं क्षमः ॥ ३ ॥ શબ્દાર્થ – જળ! મુખ્યપણે શીતલતા ગુણ તારે જ છે, તે પછી તારી સ્વાભાવિક સ્વચ્છતા માટે અમે કાંઈ વર્ણન કરી શકતા નથી, કારણકે તારા સ્પર્શ માત્રથી જ બીજા અશુચિ પદાર્થો પવિત્રતાને પ્રાપ્ત થાય છે અને તું પ્રાણી માત્રનું વિતવ્ય છે આથી વધારે તારી રતુતિ શું હોઈ શકે? આ પ્રમાણે તારામાં ગુણ હોવા છતાં તે નચ માર્ગે જતું હોય તે તને રોકવા કોણ સમર્થ થાય છે ૩ આ કાવ્યમાં જળને ઉદ્દેશી રાજાને બેધ આપ્યો છે. त्वं चेत्संचरसे वृषेण लधुता का नाम दिग्दन्तिनां व्यालैः कङ्कणभूषणानि तनुषे हानिन हेम्नामपि । भूर्द्धन्यं कुरुषे जडांशुमयशः किं नाम लोकत्रयी दीपस्याम्वुजबान्धवस्य जगतामीशोऽसि कि महे ॥४॥ શબ્દાર્થ –હે શંકર ! તું વૃષભ (બળદ) ઉપર બેસી ગમન કરે છે તેથી હાથીની હલકાઈ શી? વળી જે તું સર્પોવડે કંકણરૂપ આભૂષને બનાવે છે તેથી સુવર્ણની હાનિ શી? અને જો તું મસ્તક ઉપર ચંદ્રને ધારણ કરે છે તેથી ત્રણ જગતમાં દીપક સમાન સૂર્યને અપયશ શેને? તું જગતને ઈશ છે તેથી અમે વધારે શું બોલી શકીએ ? અર્થાત્ હસ્તિ, સુવર્ણ અને સૂર્ય જેવાં ઉત્તમ સાધને હેવા છતાં તું નીચને આશ્રવ લે તેમાં હારી હલકાઈ છે. જે ૪ આ કાવ્યમાં પણ શંકરને ૬ શી રાજાને પ્રતિબંધ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274