Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૨૦૦
શ્રાદ્ધગુણવિવરણ અતિ ભયંકર દુખનો અનુભવ કરવો પડે છે માટે જિનેશ્વર ભગવાને શ્રાવકોને જીવદયા પાળવા માટે જે નિયમો બતાવ્યા છે, તે પ્રમાણે તેનું પાલન કરવા દરેક સુખાભિલાષી પ્રાણીઓએ તત્પર થવું જોઈએ. એકલા જૈનો જ અહિંસાને ધર્મનું મૂળ કારણ માને છે એમ નથી. પરંતુ આર્યાવના તમામ દશનવાળા “હિલા, પરમ ઘમ છે આ મહાવાક્યને માન્ય કરી અહિંસાને ધર્મનું પ્રધાન અંગ સ્વીકારે છે. તે માટે કહ્યું છે કે
ददातु दानं विदधातु मौन वेदादिकं चापि विदांकरोतु ।
देवादिकं ध्यायतु सन्ततं वा न चेद्दया निष्फलमेव सर्वम् ॥२ ।। શબ્દાર્થ –દાન આપે, મૌન ધારણ કરે, વેદાદિક અથવા તે બીજા ગમે તે શાસ્ત્રોને જાણે અને નિરંતર દેવાદિકનું ધ્યાન કરે પરંતુ જે એક દયા નથી તે ઉપર બતાવેલું સઘળું નિષ્ફળ છે એટલે રાખમાં ઘી હોમ્યા બરાબર છે. એ ૨ વિવેકી પુરૂષ દયા પણ પિતાના આત્માની પેઠે કરે. તે માટે કહ્યું છે કે
ग्राणा यथाऽऽत्मनोऽभीष्टा भूतानामपि ते तथा । - आत्मौपम्येन भूतानां दयां कुर्वीत धर्मवित् ॥ ३॥ શબ્દાર્થ –જેમ પિતાના પ્રાણે અભિષ્ટ છે, તેમ પ્રાણી માત્રને પણ પોતાના પ્રાણે અભીષ્ટ છે, માટે ધર્મજ્ઞ પુરૂષે પિતાની પેઠે બીજા પ્રાણીઓની દયા કરવી જોઈએ. અર્થાત્ પિતાના પ્રાણે જેવા બીજાના પ્રાણ ગણી તેનું રક્ષણ કરવું જોઈએ. એ ૩
कृपानदीमहातीरे सर्वे धर्मास्तृणाङ्कराः ।
तस्यां शोषमुपेतायां कियन्नन्दन्ति ते चिरम् ॥ ४ ॥ શબ્દાર્થ –કૃપારૂપ નદીના કિનારા ઉપર સઘળા ધર્મો અંકુરારૂપ છે. જ્યારે તે નદી સુકાઈ જાય ત્યારે તે અંકુરા કેટલા કાળ સુધી ટકી શકવાના? અથવા
જ્યાં બીલકુલ દયાને છાંટો પણ નથી તે દયાના આધારે રહેનાર ધર્મનું અસ્તિત્વ કયાંથી હોય? ૪
निजप्राणैः परप्राणान् ये रक्षन्ति दयोज्ज्वला:। दिबास्ते सुरसंस्तुत्या दुर्लभाः पुण्यपूरुषाः ।। ५ ।।