Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણુવિવરણ મલ્લિકાર્જુનને જીતવા માટે આંબડદેવને ફરીથી મોકલ્યો. અનુક્રમે તે કલંબિg નામની નદીને પ્રાપ્ત થઈ તેના ઉપર પૂલ જેવો માગ તૈયાર કરી તે જ માર્ગ દ્વારા અનુક્રમે સાવધાન વૃત્તિથી સૈન્યને ઉતારી અસાધારણ યુદ્ધ શરૂ થતાં બહાદુરીથી હસ્તિના અંધ ઉપર આરૂઢ થએલા મલ્લિકાર્જુનને જ ચેષ્ટારહિત કરતો તે આંબડ દેવ નામને સુભટ મૂશળ જેવા દાંતરૂપ પગથીઆવડે હાથીના કુંભસ્થળ ઉપર આરૂઢ થઈ પ્રચંડ રણરસના આવેશમાં આવી પ્રથમ તું પ્રહાર કર અથવા તે ઈષ્ટ દેવનું સમરણ કર એ પ્રમાણે બલી અને તીણ ધારવાળા ખડૂગપ્રહારથી મલ્લિકાજુનને પૃથ્વી ઉપર પાડી નાંખી અને મલ્લિકાર્જુનના નમરને લૂટવામાં જ્યારે સામતે રોકાયા હતા તે વખતે કેશરીસિંહનું બચ્ચું જેમ હાથીને નાશ કરે છે તેની પેઠે આંબડદેવે સહેજમાં જ મલ્લિકાર્જુનનું મસ્તક કાપી નાખ્યું. પછી તે મસ્તકને સેનાથી વીંટી લઈ તે કુંકણ દેશમાં કુમારપાળ ભૂપાળની આજ્ઞા વર્તાવી અનુક્રમે અણહિલપુર પત્તાનમાં આવી કુમારપાળ નરેશની સભામાં જ્યારે બહેતર સામતોની હાજરી હતી તે વખતે કુંકણદેશના રાજા મલ્લિકાર્જુનના મતકની સાથે શૃંગારકેટી નામની સીડી, માણિક નામને પેટ, પાપક્ષયંકર નામને હાર, સંગસિદ્ધ નામની છીપ, સોનાના બત્રીશ કળશ, મેતિના છ મૂઠા, ચાર દાંતવાળો સેટક નામને એક હાથી, એકસ વીસ પાત્રો અને ચઉદ ક્રોડ સોનામહેર વિગેરે વસ્તુઓથી પિતાના સ્વામિ શ્રી કુમારપાળરાજાની આંબડદેવ મંત્રિએ પૂજા કરી. ઉપર જણાવેલા આશ્ચર્યજનક કાર્યથી ખુશી થએલા રાજાએ પિતાના જ મુખથી શ્રી આંબડદેવને “રાજપિતામહ એવું બિરૂદ આપ્યું.
હવે ચાલતા વિષયની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા આ ગુણ પ્રાપ્ત થવાનું ફળ બતાવે છે संकटेऽपि महति प्रतिपनं लज्जया त्यजति यन मनस्वी। निर्वहेच्च खलु तेन सलज्जः सम्मतः शुभविधावधिकारी ॥५॥
શબ્દાથ હેટું સંકટ આવ્યા છતાં પણ મનસ્વી પુરુષ અંગીકાર કરેલું લજજાથી ત્યાગ કરતા નથી પરંતુ ખરેખર તેને નિર્વાહ કરે છે. તે હેતુથી લજજાવાન્ પુરૂષ ધર્મકાર્યમાં અધિકારી ગણાય છે. જે ૫ છે