Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
त्रिंशत् गुण वर्णन. હવે ગ્રંથકાર મહારાજ કમથી પ્રાપ્ત થએલા સલજજ નામના ત્રીશમાં ગુણનું વિવરણ કરે છે–
સઢ જ્ઞા–નિર્લજજાના અભાવરૂપ લજજાએ કરીને જે યુક્ત હોય તે લજજાવાન કહેવાય છે. ખરેખર જે લજજાવાન હોય છે તે પોતાના પ્રાણેને નાશ થતાં પણ અંગીકાર કરેલા કદી ત્યાગ કરતા નથી અને અનુચિત કાર્યોમાં પ્રવૃત્તિ પણ કરતા નથી. કેઈ વખત દેવયેગથી અકાર્યમાં પ્રવૃત્તિ થઈ ગઈ હોય તે પણ પાયે કરી પાછો ઠેકાણે જ આવે છે. તે માટે કહ્યું છે કે – लज्जया कार्यनिर्वाहो, मृत्युर्युद्धेषु लज्जया । लज्जयैव न ये वृत्तिर्लज्जा सर्वस्य कारणम् लज्जां गुणौघजननी जननीमिवार्या-मत्यन्तशुद्धहृदयामनुवर्तमानाः । तेजस्विनः सुखमसनपि सन्त्यजन्ति सत्यस्थितिव्यसनिनोन पुनः प्रतिज्ञाम् ॥ २॥
શબ્દાર્થ –-લજજાએ કરી કાર્યને નિર્વાહ લજજાએ કરી યુદ્ધમાં સુભટનું મૃત્યુ અને લજજાએ કરીને જ નીતિમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. તેથી સર્વ આવશ્યક બાબતેનું મૂળ કારણ લજજા જ છે. જે ૧. શ્રેષ્ઠ અને અત્યંત શુદ્ધ હૃદયવાળા માતાની પેઠે અનેક ગુણોને ઉત્પન્ન કરનારી લજજાને અનુસરનારા તેજસ્વી (પરાક્રમી) અને સત્યની સીમામાં રહેવાની ટેવવાળા પુરૂષો સુખેથી પ્રાણ ત્યાગ કરે છે, પરંતુ કદી પણ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી, જે ૨ છે વળી કહ્યું છે કે
लज्जालुओ अजं वज्जइ दूरेण जेण तणुअंपि ।
आयरइ सयायारं न मुरइ अंगीकयं कह वि ॥३॥ શબ્દાર્થ –આ હેતુથી લજજાળુ પુરૂષ અતિ સ્વલ્પ અકાયને પણ દૂરથી જ ત્યાગ કરે છે, સદાચારનું પ્રતિપાલન કરે છે અને કેઈ પણ પ્રકારે અંગીકાર કરેલું છોડતો નથી. ૩ છે તે માટે કહ્યું છે કે