Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
-
શ્રાદ્ધગુણવિવરણ दूरे ता अन्नजणो अंगे चिय जाइं पंच भूयाई ।
तेसिपि य लजिजइ पारद्धं परिहातेहिं ॥४॥ શબ્દાર્થ – અન્ય પુરૂષથી શરમાવું તે દૂર રહ્યું, પણ શરીરમાં જ જે પાંચ ભૂતો છે તેમાંથી પણ પ્રારંભ કરેલાને ત્યાગ કરનાર લજજાળુ પુરુષ લજજા પામે છે. ૪ જેમ શ્રીમાન્ આમ્બડ દેવને લજજા પ્રાપ્ત થઈ હતી તેનું ઉદાહરણ નીચે બતાવ્યા પ્રમાણે છે.
અણહિલપુર પાટણમાં સર્વ કાર્યોને અવસર છે જેમાં એવી સભામાં બેઠેલા ચૌલુક્ય ચક્રવર્તી શ્રી કુમારપાળ રાજાએ કઈ વખત કોંકણદેશના મલ્લિકા
નરાજાનું ભાટદ્વારા કહેવાતું “રાજપિતામહ” એવું બિરુદ સાંભળ્યું અને તે સહન નહી થવાથી સભાને નિહાળતાં રાજાના અંતઃકરણને જાણનાર આંબડદેવ મંત્રિએ દેખાડેલા કરસંપટને જોઈ ચમત્કાર પામેલા રાજાએ સભા વિસર્જન કર્યાબાદ અંજલિબંધ કરવાનું કારણ પૂછતાં મંત્રિએ વિજ્ઞપ્તિ કરી કે–આ સભામાં કઈ તેવા પ્રકારનો સુભટ છે કે જેને મેકલી આ મિથ્યાભિમાની અને તૃપાભાસ રાજાને ગર્વ ઉતારી શકીયે. એવા પ્રકારના તમારા આશયને જાણનાર અને તમારા હકમને ઉઠાવવા સમર્થ હોવાથી મેં અંજલિબંધ કર્યો હતે. એવા પ્રકારની તેની વિજ્ઞપ્તિ સાંભળ્યા પછી તરત જ તે રાજા તરફ પ્રયાણ કરવા માટે સેનને નાયક કરી અને પાંચ અંગને પહેરામણી આપી સમસ્ત સામે તેની સાથે આંબડદેવને વિસર્જન કર્યો. પછી તે આંબડદેવ અવિચ્છિન્ન પ્રયાણ કરી કુંકણદેશને પ્રાપ્ત થઈ દુર્વારિ પાણીને પૂરવાળી કલંબિણ નામની નદીને ઉતરી સામેના કિનારા ઉપર પડાવ નાખે છે અને હજુ સુધી તે આંબડદેવ લડવાને સજજ થયે નથી એમ વિચાર કરી મલ્લિકાર્જુને તેના ઉપર એકદમ ઓચિંતે હલ્લો લાવી તેને સૈન્યને નસાડી મૂકયું. મલ્લિકાર્જુનથી પરાભવ પામેલે શ્યામવદન, કાળાં વસ્ત્ર, કાળું છત્ર, કાળા અલંકાર અને કાળા મુકુટને ધારણ કરનારને આંબડદેવ નામનો સેનાધિપતિ પાટણશહેરની નજીકમાં કૃષ્ણગૂઢશહેર નામના સ્થાન વિશે આવી રહ્યો. રાજવાટિકામાં નીકળેલા ચૌલુક્યશિરામણી કુમારપાળે તે પડાવ જોઈ પૂછયું કે-આ કેની સેનાને પડાવ છે? ઉત્તરમાં કોઈ ઉતાવળાએ જણાવ્યું કે-મલ્લિકાર્જુનથી પરાભવ પામેલા અને કુકણ દેશથી પાછા ફરેલા અબડદેવ મંત્રીને આ સેનાનિવેશ છે. આ વાત સાંભળી તે મંત્રીની અત્યંત લજજાથી વિસ્મય થએલા રાજાએ પ્રસન્ન અને મને હર દ્રષ્ટિથી મંત્રીનો સત્કાર કરી બીજા બળવાનું સામ સાથે