Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 226
________________ શ્રાદ્ધગુણવિવરણ અતેકર સળગ્યું છે. તે પછી તેણે ભગવાન મહાવીરસ્વામી તરફ પ્રયાણ કર્યું. એટલામાં સમવસરણમાં ધર્મકથા પૂર્ણ થતાં રાજાએ સર્વજ્ઞને વિજ્ઞપ્તિ કરી કે-હે ભગવાન ! ચલણદેવી એક પતિવાળી છે કે અનેક પતિવાળી છે? ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે-ચેડારાજાની પુત્રી આ ચેલગાદેવી શીલરૂપ અલંકારને ધારણ કરનારી છે, તેથી હે પાર્થિવ ! આ વિષયમાં મનથકી પણ તમે ખરાબ વિચાર કરતા નહીં. આ બીના સાંભળી ભગવાનને નમસ્કાર કરી પશ્ચાત્તાપ કરતા રાજા એકદમ નગરની સન્મુખ ચાલ્યા. માર્ગમાં તેને અભયકુમાર મલ્યો. તેને પૂછ્યું કે–તે અંતેઉર બન્યું કે નહીં? અભયકુમારે વિનંતિ કરી કે હે રાજન ! આ દુનિયાની અંદર જીવવાને અથી કે પુરુષ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે? તે પછી દ્વેષયુકત થયેલો રાજા બોલ્યા કે, “રે દુષ્ટ ! માતાના સમૂહને બાળી તેમાં તે પણ કેમ ન પ્રવેશ કર્યો?” અભયકુમારે જવાબ આપ્યો કે-“હે તાત! જિનવચન શ્રવણ કરનાર એવા તમારા પુત્રનું આવા પ્રકારનું મરણ ન થાય, જે તે વખતે આપ પિતાશ્રીએ તેવી આજ્ઞા કરી હોત તો તે પણ હું કરત.” પરસ્પર આવી વાત ચાલે છે એટલામાં રાજાને દુખે કરી મૂછી આવી. તેને ચંદન વિગેરેથી સ્વસ્થ કરી અભયકુમારે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ ! અંતેઉરમાં અગ્નિ નાખ્યો હતે પણ હારી માતાના શીળરૂપ જળથી ઓલવાઈ ગયે. અશુભ મુહૂર્તના સંગોથી આપનું ફરમાવેલું કાર્ય નિષ્ફળ થયું.” એવું નિવેદન કર્યા બાદ જીર્ણ હસ્તિશાળા બાળવા વિગેરેનો વ્યતિકર કહી સંભળાવ્યો તેથી ખુશી થએલા રાજાએ આલિંગન કરી કહ્યું કે “વર માગ” ઉત્તરમાં અભયકુમારે જણાવ્યું કે-“તમારા પુત્રપણે અને મહાવીર સ્વામીના સુશ્રાવકપણાને પ્રાપ્ત થશે છતે હવે મ્હારે બીજું શું બાકી છે કે જેને આપવા માટે પિતા અભિલાષા રાખે છે. તે પણ અવસર આવે સાધુધર્મને અંગીકાર કરું તે વખતે આપે મને અનુમતિ આપવી.” શ્રેણિક રાજા એ વાતને સ્વીકાર કરી ચેલ્ફણાના ભવનમાં પ્રાપ્ત થયું. તે પછી રાજા વિચાર કરવા લાગ્યું કે-“પહેલાં પણ ચલણ મહારા હૃદયની વલ્લભા હતી. હમણું તે શ્રી મહાવીરસ્વામીએ તેણીના શીલનું વર્ણન કરવાથી વિશેષ પ્રકારે મને પ્રિય થઈ પડી છે. તેથી જ્યાંસુધી હારી બીજી રાણીઓથી ચેહૂણા માટે કોઈ પણ વિશેષ ન કરી શકાય ત્યાંસુધી મહારા મનને નિવૃત્તિ નહીં થાય.” આ પ્રમાણે વિચાર કરી અભયકુમારને કહ્યું કે“હે વત્સ ! તું જાણે છે કે હારો ચેલૂણા ઉપર અસાધારણ મમત્વ ભાવ છે તે ૫

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274