Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
હર
શ્રાદ્ધગુણવિવરણું કઈ વખતે મધ્યાહ્ન ૫છી ચલણા સહિત શ્રેણિકરાજા ગુણશીલ ચૈત્યમાં ભગવાન ને વંદન કરી ત્યાંથી પાછા ફરતાં નદીના કિનારા ઉપર વારહિત અને કાયોત્સર્ગમાં રહેલાં એક મુનિને જોઈ તત્કાળ વાહનથી ઉતરી ચેલણની સાથે શ્રેણિકે તે મુનિને પ્રણામ કર્યા અને પછી પોતાને સ્થાને પ્રાપ્ત થયો. ત્યાં સાયંકાળનું આવશ્યક કમ કરી વાસબુવનમાં દાખલ થઈ સુખરૂપ નિદ્રામાં તત્પર થયો. આ અવસરે નિદ્રાને આધીન થએલી ચેલૂણા રાણી નો હાથ એઢેલા કપડાથી બહાર નીકળી ગ અને તે ટાઢથી વીંછીના ડંખની પેઠે પીડિત થયો. તેથી જાગેલી ચેલુણુરાણીએ નદીના કિનારા ઉપર કાયેત્સર્ગમાં રહેલા મુનિને યાદ કરી બેલી કે–તે કેવી હાલતમાં હશે? પછી કપડાથી હાથને ઢાંકી દીધો અને સુખેથી સુઈ ગઈ. તે પછી તેનાં આ વાકયને સાંભળી કુપિત થએલા રાજાએ વિચાર કર્યો કે–ખરેખર આ રાણી વ્યભિચારિણી છે. તેથી સંકેત કરનાર કેઈ પણ યારને સમરણમાં લાવી આ પ્રમાણે બોલે છે. એ પ્રમાણે ક્રોધાયમાન થયેલા રાજાએ જાગરૂક અવરથામાં જ બાકી રહેલી રાત્રીને ગુમાવી. સૂર્યના ઉદય થતાં ચેલુણાને અંતેઉરમાં વિસર્જન કરી, અભયકુમારને કહ્યું કે–અરે અભયકુમાર! અંતેઉરને નાશ થયો છે. તે માટે અનેઉરના દ્વારને બંધ કરી તમામ બાજુના મુખવાળા અગ્નિને લગાડજે પરંતુ માતાના સ્નેહથી મેહિત હૃદયવાળે થઈ હારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતે નહીં. એ પ્રમાણે અભયકુમારને આદેશ કરી રાજા ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા ગયે. એટલે નિપુણ અને નિશ્ચય મતિવાળા અભયકુમારે પણ વિચાર કર્યો કે-હારી સર્વે માતા સતીમાં તિલક સમાન છે, તે પણ કોઈ કારણથી પૂજ્ય પિતાએ આ અસંભવિત કાર્યની સંભાવના કરી છે, તેમજ પિતાને કેપ પણ પર્વતની નદીના પુરની પેઠે દુનિવાર્ય છે, એ વગર વિચારેલું કાર્ય દુઃખદાયક થાય છે. તે માટે કહ્યું છે કેसगुणमपगुणं वा कुर्वता कार्यमादौ परिणतिवधार्या यत्नतः पण्डितेन । अतिरमसकतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ।। ४ ।।
શબ્દાર્થ-ગુણવાળું અથવા તે ગુણવગરનું કાર્ય કરનાર પંડિતે પ્રથમ યત્નપૂર્વક પરિણતિ(વિપાક)ને વિચાર કરવો જોઈએ. ઘણી ઉતાવળથી કરેલા કાર્યને વિપાક વિપત્તિ પર્યત શલ્ય પેઠે હદયને દાહ કરનાર થાય છે. ૪
તેથી હાલ આ અશુભ કાર્ય કરવામાં કાળ વિલંબ કરીશ. એ પ્રમાણે વિચાર કરી અભયકુમારે એક જનો હરિતશાળા સળગાવી અને નગરમાં ઉદ્દઘોષણા કરાવી કે