Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ એ જોયા. તેમાંથી કોઈ એક લક્ષણયુક્ત ઘડા ઉપર પરીક્ષા કરવા માટે પિતે જ વાર થયો, અને તેની પાસે પાંચ પ્રકારની ગતિ કરાવી. વેગની પરીક્ષા વખતે કાનની વચ્ચે માર્યો કે તરતજ ત્યાંથી ઉછળે અને એવી ગતિથી ચાલ્યા કે એક પ્રહરમાં બાર જન નિકળી ગયે. આ ઘેડે વિપરીત શિક્ષા પામેલ હશે એમ ધારી રાજાએ લગામ છોડી દીધી ને ઘોડો ત્યાં જ ઊભો રહ્યો. એટલે રાજા નીચે ઉતર્યો. બરાબર મધ્યાહૈ વખતે તૃષાથી પીડિત થએલા રાજાએ પાણીની તપાસ કરતાં એક ભિલને જોઈ મંદ સ્વરથી કહ્યું કે-હે. ભિલ્લ ! તૃષાથી પીડિત થએલા અને પાણી દેખાડ. ભિલ્લ પણ રાજાની આકૃતિથી વિરમય પામેલે પ્રણામ કરી બે કે-હે રાજન્ ! હું જ્યાં સુધીમાં પાણી લાવું છું ત્યાં સુધીમાં તૃષાને દૂર કરનાર આ ક્ષીરામલકને મુખમાં રાખે એમ કહી પિતે પાણી લેવા ગયે. રાજા એક વૃક્ષની છાયાને આશ્રય લઈ વિચાર કરવા લાગ્યો કે આ ભિલ્લનું હેટું પાપકારપણું કેવું આશ્ચર્યજનક છે? આ ઉપકાર કરનાર ભિલ્લનું શું કાર્ય કરી તેમ જ શું આપીને એના કરજથી મુકત થઈશ? એવો વિચાર કરે છે તેટલામાં તે ભિલ્લ કમલિનીના પડીયામાં પાણી લઈને આવી પહો અને તેણે હાથ, પગ અને મુખનું શાચ કરાવ્યું. તે પછી પવિત્ર, નિર્મળ અને શીતળ જળથી રાજાને ધીરજ આપી. જેટલામાં રાજા ભિલ્લને કાંઈક કહેવા જાય છે તેટલામાં પછવાડે રહેલું સૈન્ય આવી પહોંચ્યું. આ વખતે રાજાને જેઈ સઘળાઓને આનંદ પ્રાપ્ત થયો. રાજાએ તેઓની આગળ પ્રથમની સઘળી હકીકત કહી સંભળાવી અને વિશેષમાં કહ્યું કે તેવા અણીના વખતમાં આ ભિલે આપેલા ક્ષીરામલકની બરોબરી કરવા માં મ્હારું સપ્તાંગ રાજ્ય પણ સમર્થ નથી, તે પણ હાથી ઉપર બેસાડી આ ભિલ્લને નગરમાં પહોંચાડો. રાજા પણ મોટા મહોત્સવપૂર્વક નગરમાં પ્રાપ્ત થયા, ત્યાં તે ભિલને તેલમર્દન, સનાન, વિલેપન વિગેરેથી ઘણો સત્કાર કર્યો અને ઘણા કાળ સુધી પોતાની પાસે સુખમાં રાખે. કઈ વખતે વર્ષાકાળમાં વનનું સ્મરણ થવાથી તે જિલ્લા ત્યાં જવા ઉત્સુક થયે. તેને અનેક વાર સમજાવ્યો પણ જ્યારે તે રહેવાને કબૂલ ન થયો ત્યારે રાજાએ સાથે જઈ ભિનું નગર સ્થાપન કરી રાજ્યભિષેકપૂર્વક તે મિલ્લને રાજગાદી ઉપર બેસા. ડો. અને પ્રથમ આપેલા હાથી, ઘોડા વિગેરે સઘળું તેને અર્પણ કર્યું. એ પ્રમાણે કૃતાર્થ થઈ રાજા પિતાના નગરમાં પ્રાપ્ત થયો. કેટલાક કાળે તે ભિલ્લ રાજા પણ મહાપ્રતાપી થયે. આ દુનિયામાં ઉત્તમ પુરૂષના ઉપકારનું માહાસ્ય કયે પુરૂષ વર્ણન કરવાને સમર્થ થઈ શકે? કઈ પણ નહીં.