Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૮૬
શ્રાદ્ધગુણવિવરણ સામગ્રી મળ્યાં છતાં બુદ્ધિથી તેનામાં આરોપણ કરેલા તત્ત્વાદિ વિચારો નિષ્ફળ થાય છે. વળી જેમ શરીરનું નિરંતર નાના પ્રકારની વસ્તુઓથી ગમે તેટલું પેષણ કરવામાં આવ્યું હોય તે પણ આખરે પિષણ કરનારને દગો દીધા વગર રહેતું નથી, તેમ કૃતન પુરુષનું પરમાર્થ વૃત્તિથી આજીવિકા વિગેરે પૂરી પાડી ગમે તેટલું પોષણ કરવામાં આવ્યું હોય, તો પણ તેના ઉપર ઉપકાર કરનારને ઉપકારને બદલે આપો તે દૂર રહ્યો પરંતુ અવસર આવે તે દુષ્ટ માણસ દગો દીધા વિના રહેતું નથી. વળી જેમ પર્વત, પત્થર, કાંટા, વિકટ ઝાડી, વિષમ માર્ગ અને વ્યાધ્રાદિ ક્રૂર પ્રાણુઓનું સ્થાન હોવાને લીધે હમેશાં ભય આપનાર હોય છે, તેમ કૃતગ્ન પુરુષ ઉપકાર કરનારને તમોએ અમુક કાર્ય રાજવિરુદ્ધ કર્યું છે તેને હું બહાર લાવીશ વિગેરે ખોટી ધમકી આપી હમેશાં ભય આપવામાં બાકી રાખો નથી. આથી વિપરીત સ્વભાવવાળે કૃતજ્ઞ પુરુષ તે કઈ વખત પણ ઉપકાર કરનારના ઉપકારને ભૂલતા નથી અને ગમે તેવી આપત્તિ આવી પડે તે પણ સારા ક્ષેત્ર વિગેરેની પેઠે ઉત્તરોત્તર ઉત્તમ ફળને જ આપનારે થાય છે.
જેની ઉપકાર કરવામાં હમેશાં બુદ્ધિ છે તે અને બીજે પિતાના ઉપર કરેલા ઉપકારને કદી ભૂલતે નથી એવા આ બંને પુરુષોને પૃથિવી ધારણ કરે છે, અથવા તે આ બે પુરુષોએ પૃથ્વીને ધારણ કરી છે. કૃતજ્ઞ પુરુષે થોડા ઉપકારને પણ ઘણે કરી માને છે, જેમકે જંગલમાં ક્ષીરામલકને આપનાર ભીલને રાજાએ મહાન ઉપકાર માન્યો હતે. દુષ્ટાંતે નીચે મુજબ છે.
વસંતપુરનગરમાં જિતારી નામને રાજા હતા. એક વખત સભામાં બેઠેલા રાજાને દ્વારપાલે વિજ્ઞપ્તિ કરી કે-હે રાજન ! દૂર દેશથી આવેલ સુવર્ણ ની છડી જેના હાથમાં છે એ એક ઘોડાને વેપારી દરવાજા ઉપર ઊભે છે. આ પ્રમાણે કહે છતે રાજાએ તેને સભામાં બોલાવ્યો. તે સોદાગર રાજાને પ્રણામ કરી રાજાની આજ્ઞા મળતાં આસન ઉપર બેઠે એટલે રાજાએ પૂછયું કે હે ભદ્ર! કયા કયા દેશના કયા કયા નામવાળા કેટલી સંખ્યાવાળા કયા કયા ઘેડા લાળે છે તે કહી બતાવ. ઘોડાના વેપારીએ જણાવ્યું કે કેબેજ, સિંધુ, પારસ અને વાલીક વિગેરે દેશના અને કક, શ્રીવત્સ, ખુંગાહ, સરાહ, કિયાડ, હરિત્ત, દત્રાહ, કુલાઈ, નીલ, હલાલ, કવિલ, અષ્ટમંગળ અને પંચભદ્ર વિગેરે નામવાળા ઘોડાઓ છે. હે રાજન્ ! વિશેષ શું કહું? એકેક જાતિના સો સો ઘડાઓ છે. અને તે સઘળા સર્વ લક્ષણેથી ભિત તેમજ કેળવાએલા છે. ત્યારબાદ રાજા મંત્રી વિગેરેની સાથે જોવા માટે ઘડા ની જગ્યા ઉપર ગયે. ત્યાં સઘળા ઘડા