Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
આદગુણુવિવરણ ભાવાર્થ – હે ભાઈ ! તું પૂર્ણ લક્ષ્મીવાળો હોય તો પણ ગુણેને વિષે અનાદર કરીશ નહિ. ઘડે સંપૂર્ણ હોય તે પણ ગુણ(દેરી) છેદાઈ જવાથી કૂપની અંદર નીચે પડે છે. અંતરંગમાં ગુણેને ધારણ કરનારા પુરૂષે જ અન્ય પુરૂષના હૃદયમાં સ્થિર થાય છે (વાસ કરે છે.) એ સમગ્ર અર્થને પુપિની માળાઓ દઢ કરી બતાવે છે. જેમ પુષ્પની માળાએ પિતાની અંદર (દેરી)ને ધારણ કરે છે તેથી તે બીજાના હૃદય ઉપર આરૂઢ થવાને સમર્થ થાય છે, તેમજ જે પુરૂષો પિતાના હૃદયમાં ઔદાર્યાદિક ગુણેને ધારણ કરે છે, તે પુરૂષ અવશ્ય અન્ય પુરૂષનાં હૃદયમાં વાસ કરે છે. પ્રથમ સંપૂર્ણ ભૂતળને ભૂષિત કરનારા ગુણ પુરૂષે તે દૂર રહે, પરંતુ સાંપ્રતકાળમાં જે પુરૂષોને ગુણોની અંદર અનુરાગ છે, તેવા પુરૂષે પણ દુર્લભ છે. વળી જે ધનુષ્ય સંગ્રામમાં શત્રુના સૈનિકેની શ્રેણિએને વિષે પૃષ્ટ દેખાડે છે, જે ધનુષ્ય સંગ્રામમાં જ વક્રતાને ધારણ કરે છે, અને જે કઠે ૨ ધનુષ્ય સંગ્રામમાં કઠિન ધ્વનિને ફેંકે છે, તે તેવા પ્રકારના દેષને ભજનાર ધનુષ્યના ગુણ (૫ણય)ને ગ્રહણને કરતે આ રાજા પ્રગટપણે વિખ્યાત થએલે ગુરુગ્રાહીઓની સીમારૂપ છે. ગુણની અંદર પક્ષપાત કરવામાં ન આવે, તે વસુરાજા વિગેરેની પેઠે અનર્થ જ પ્રાપ્ત થાય છે. હવે ગ્રંથકાર મહારાજ એકવીશમા ગુણની સમાપ્તિ કરતાં ફળ બતાવે છે. જે બુદ્ધિમાન પુરૂષો અન્ય પુરૂના સદગુણેને ઉલ્લાસ કરનારા છે, તે પુરૂષો સદુધર્મના બીજરૂપ સમ્યકત્વને આત્માની અંદર પણ કરે છે.