Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
एकविंशतितमः गुणवणन. હવે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી વશમા ગુણનું વર્ણન પૂરું કરી કમથી પ્રાપ્ત થયેલ “ગુણમાં પક્ષપાત કરવારૂપ” એકવીશમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
સુજનતા, ઉદારતા, દાક્ષિણ્યતા, વિનય અને પ્રેમપૂર્વક પ્રથમ બેલાવવાપણું વિગેરે તથા પોતાના કે પરના ઉપકારનું કારણભૂત એવા આત્માના ધર્મરૂપ ગુણે કહેવાય છે. તે ગુણેને વિષે પક્ષપાત કરનાર હોય. પક્ષપાત તે એ છે કે ગુણાને વિષે બહુમાન તે ગુણેનો પ્રશંસા અને સહાય આપવા વિગેરેથી અનુકુળ પ્રવૃતિ કરવી તેને પક્ષપાત કહે છે. તે ગુણેને પક્ષ- . પાત કરનારા પુરૂષે ખરેખર ફળવાળા પુણરૂપ બીજને સિંચન કરવાથી આ લેક અને પરલોકમાં ગુણના સમૂહની સંપત્તિને પ્રાપ્ત કરે છે. ત્યારે રામચંદ્રજી અને લક્ષમણજીએ અયોધ્યાથી વનવાસ કરવાને માટે પ્રયાણ કર્યું તે : વખતે માર્ગમાં માળવા દેશમાં પ્રવેશ કરતાં માળવા દેશના અધિપતિ સિદર રાજાની સાથે યુદ્ધમાં ગુરુ પાસે જિનેશ્વર સિવાય બીજાને મારે નમસ્કાર ન કરે એવા અભિગ્રહને ગ્રહણ કરનાર અને શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનાર વજકર્ણ રાજાના ગુણને પક્ષપાત કરી રામ લમણે સિંહદર રાજાને નિગ્રહ કરી વજકણું રાજાને મદદ કરી. કહ્યું છે કે –
नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी ।
મુળી પુરા ૧, વાત્રા પર જના | ? શબ્દાર્થ-જે ગુણ વગરને છે તે ગુણી પુરુષને જાણ નથી, અને જે ગુણવાન હોય છે તે બીજા ગુણી પુરૂષો ઉપર અદેખાઈ કરનાર હોય છે. તેથી તે ગુણવાન હોય અને બીજાના ગુણની અંદર રાગ કરનાર સરળ મનુષ્ય તે કઈ વિરલા જ હોય છે. ૧