Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ શબ્દાર્થ –સ્ત્રી નીચેની સાથે રમણ કરે છે, વર્ષાદિ (જરૂરીઆત સિવાયના) પર્વત ઉપર વર્ષે છે. અને ઘણે ભાગે પંડિત પુરુષ નિધન હોય છે. શા તેણીએ ફરીથી એક ગાથા લખી મોકલાવી કે–
पाययदोसो कत्थ व न होइ न हु एत्तिएण तच्चाओ। _अणुरतंपि हु संज्झं कि दिवसयरो न भासेइ ॥ ८॥ શબ્દાર્થ-વાભાવિક દેષ ક્યાં નથી હે? માટે એટલા માત્રથી પરિ ત્યાગ કરે ઘટતું નથી. અનુરાગવાળી સંધ્યાને પણ શું સૂર્ય પ્રકાશિત નથી કરતા ?
આ પ્રમાણે તર્ક વિતર્ક કરતાં સાગરદત્તના ચિત્તમાં આનંદ થયો. આ અરસામાં સાગરદત્તને શ્વસુરવર્ગ પાટલીપુત્રનગરમાં ગયે. સાગરદત્ત પણ વહાણદ્વારા વ્યાપાર કરવા લાગ્યો. વ્યાપાર કરતાં સાત વખત વહાણે ભાંગ્યાં અને સઘળું ધન ચાલ્યું ગયું. એક વખત કૂવામાંથી પાણી કાઢનાર પુરુષને સાત વખત નિષ્ફળતા મળવા છતાં આઠમી વખતે પાણી નીકળેલું જેઈ શુકનગ્રંથી બાંધી સિંહલદ્વીપ પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગમાં પ્રબળ વાયરાએ તેનું વહાણ સિંહલદ્વીપને બદલે રત્નાદ્વીપમાં પ્રાપ્ત કર્યું. આ વખતે તેણે સાર વિનાના કરીયાણાને ત્યાગ કરી વહાણને રત્નથી ભરી લીધું અને ત્યાંથી પાછો ફર્યો, પરંતુ રસ્તામાં ખલાસીઓએ રત્નોના લેભથી તેને સમુદ્રમાં ફેંકી દીધો. પ્રથમ ભાંગેલા વહાણનું પાટિયું મળવાથી સમુદ્રને ઉતરી અનુક્રમે પાટલીપુત્રમાં પહોંચી શ્વસુરવગરને મળે અને વહાણ રત્નદ્વીપમાં પ્રાપ્ત થયું ત્યાંથી માંડી સર્વ વૃત્તાંત કહી સંભળા. રાજાની આગળ પણ સાગરદત્તે આ હકીકત પ્રથમથી જ જણાવી દીધી. ભાગ્યને તે ખલાસીઓ પણ પાટલીપુત્રમાં આવી પહોંચ્યા. રાજાની આગળ રત્નના ભેદ, સંખ્યા અને સ્વામી વિગેરેને પ્રશ્ન થતાં તેમનું સઘળું પિગળ ખુલ્લું થયું. રાજાએ તે રને સાગરદત્તને અપાવ્યાં. પછી સાગરદર કેટલાએક કાળે તામ્રલિપ્તીમાં પ્રાપ્ત થયું. ત્યાં તેણે વિચાર કર્યો કે-ઉપાર્જન કરેલું દ્રવ્ય કોઈ સારા સ્થાનમાં ન ખરચાય, તો તે કલેશ અને દુર્ગતિ વિગેરે ફળને જ આપનાર થાય છે. તેને માટે કહ્યું છે કે –
लक्ष्मीः सर्पति नीचमर्णवपयः सङ्गादिवाम्भोजिनी, संसर्गादिव कण्टकाकुलपदा न क्वापि धत्ते पदम् ।
चैतन्यं विषसंनिधेरिव नृणामुज्जासयत्यञ्जसा धर्मस्थाननियोजनेन गुणिभियं तदस्याः फलम् ॥ ९॥