Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ 'પાપે. એ પ્રમાણે દરેક વસ્તુની ખાત્રી કરવારૂપ માત્ર એક વિશેષજ્ઞ ગુણથી છેવટે ચારિત્ર ગ્રહણ કરી વિશેષ ક્રિયામાં તત્પર થઈ અનુક્રમે કેવળજ્ઞાન પામી મે ગયો. હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતા ઉપદેશદ્વારા ફળ બતાવે છે –
एवंविधान विशेषान यो विज्ञायात्र प्रवर्त्तते ।
स धर्म योग्यतामात्मन्यारोफ्यति सत्तमः ॥११॥ શબ્દાથ-ઉપર જણાવેલા વિશેષને જાણી જે પુરુષ તેમાં અહીં પ્રવૃત્તિ કરે છે, તે સજનશિરોમણે પોતાના આત્મામાં ધર્મની ગ્યતાને આરે પણ કરે છે. ૧૧