Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૮૦
શ્રાદ્ગુણવિવરણ
એવા વ્યાપાર તથા ધર્મ વિગેરેના વિધાનમાં વિદ્યમાન ફળના ઉદ્દેશના જે નિર્દોષ એવા ઉત્તરાત્તર નિશ્ચય તેને વિશેષ કહે છે અને તેને જે જાણે તે વિશેષજ્ઞ કહેવાય છે. એવા પ્રકારના ગુણયુક્ત પુરુષની દરેક ક્રિયાએ ફળશૂન્ય થતી નથી. જેમ સાગરદત્ત નામના શ્રેષ્ઠીની વિશેષજ્ઞપણાને લીધે સર્વ ક્રિયાએ ફળવતી થઇ, તે દૃષ્ટાંત નીચે મુજમ છે.
તામ્રલિસી નામની નગરીમાં સાગરદત્ત નામના તમામ વિષયમાં ઊંડા ઉતરી વિશેષ નિશ્ચય કરનારા એક વણિક વસતા હતા. તે જાતિસ્મરણ જ્ઞાનને લીધે સ્ત્રીમાં વિરક્ત હાવાથી પરણવા ઈચ્છતા ન હતા. અને તે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતા. પુરૂષાંતરમાં આસક્ત થએલી તેની સ્ત્રીના ઝેર દેવાથી સૂચ્છિત થએલાને આ મરી ગયા છે, એમ ધારી તે કુલટાએ બહાર ફે'કી દીધા, પરંતુ કોઇ ગેાવાલણીએ રહેમ લાવી તેને જીવાડયા. ત્યારબાદ તે બ્રાહ્મણ વૈરાગ્યથી પ્રેરાઇ તાપસ થઈ મરણુ પામ્યા અને તે અહીં સાગરદત્તપણે ઉત્પન્ન થયા. તે ગાવાલણી પણ લૌકિક ધમ એટલે દુનિયામાં પ્રસિદ્ધ સ્થલ ધમાઁના નિયમેામાં અનુરાગ ધરાવતી કાળક્રમે મરણ પામી, તામ્રલિપ્તી નગરીમાં વ્યાપારીની પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. એક વખત માગ માં તેણીને જોઈ સાગરદત્તની સૃષ્ટિને કાંઇક આનંદ થયેા. તેના માતાપિતાએ તેના આ અભિપ્રાયને સમજી લઇ સાગરદત્તને તેણીની સાથે પરણાવ્યા પરંતુ સાગરદત્તના અંતઃકરણમાં હ ને સ્થાન મળ્યું નહીં, તે વ્યવહારીની પુત્રીએ બુદ્ધિના ખળથી કલ્પી લીધું કે આ મારા સ્વામી ખરેખર જાતિસ્મરણ જ્ઞાન ધરાવે છે અને તે પૂર્વજન્મમાં કેાઇ સ્રીથી કદથના પામેલે છે, એવા અધ નિશ્ચય થયા ખાદ તે વિચ ક્ષણાએ એક વખત આ ગાથા લખી મેાકલાવી—
दहियंपि किमिह परिहरिजं ।
दढस्स पायसेणं जुत्तं तुच्छोदयसंभविणो नहु दुद्वे पूयरा हुंति || ६ ||
શબ્દાર્થ :—દૂધથી દાઝેલા મનુષ્યને દહીંનેા ત્યાગ કરવા શુ ચેાગ્ય છે ? ઘેડા જલમાં થનારા પેરાએ શુ' દૂધમાં હાઇ શકે ? ।।૬।। તાત્પ કે એક સ્ત્રી કુલટા અનુભવવામાં આવી, તેથી શું સઘળી તેવી જ છે એમ સ'ભવ થાય ? નહીંજ. ઉપરની ગાથાને ભાવાથ ધારણ કરી સાગરદત્તે પણ એક શ્લાક ઉત્તરરૂપે લખી મેાકલ્યા
कुपात्रे रमते नारी गिरौ वर्षति वारिदः ।
नीचमाश्रयते लक्ष्मीः प्राज्ञः प्रायेण निर्द्धनः ॥ ७ ॥