Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૬૪
શ્રાદ્ધગુણવિવરણ લક્ષણાવતી નગરીને વિષે લક્ષણુસેન નામે રાજા રાજ્ય કરતો હતો અને તેને બીજું જીવિત હોય તેની પેઠે કુમારદેવ નામે મંત્રી હતા. તે જ સમયમાં વારાણસીનામા નગરીને વિષે સાઠ લાખ અશ્વોને અધિપતિ જયંતચંદ્રનામે રાજા રાજ્ય કરતો હતો અને તે રાજાને મહાશમાં, અન્નદાતાઓમાં અને સત્યવાદીઓમાં અગ્રેસર વિદ્યાધર નામે મંત્રી હતા. એક વખતે જયંતચંદ્ર રાજાની સભામાં એવી વાર્તા નીકળી કે લક્ષણાવતી નગરીનો કિલ્લો મુશીબતથી લઈ શકાય તે છે. અને તે નગરને રાજા પણ બળવાન છે. એમ એ વાતને ધારણ કરી કાશીના અધિપતિ જયંતચંદ્ર પ્રતિજ્ઞા કરી કે-“અમારે અહિંથી ચઢાઈ કરી તે જ કિલો કબજે લે. જો તે કિલ્લાને કબજે ન લઈ શકે તે જેટલા દિવસ સુધી હું કિલ્લાની નજીકમાં કહું તેટલા લક્ષ સુવર્ણ દંડમાં ગ્રહણ કરીશ; અન્યથા હું પાછો ફરીશ નહીં.” એવી પ્રતિજ્ઞા કરી જયંતચંદ્ર રાજા નીકળ્યો અને એકદમ લક્ષણાવતી નગરીની સમીપમાં આવ્યું. આ વાતની ખબર પડતાં લક્ષણસેન રાજા એ નગરીના દરવાજા બંધ કરાવી નગરીની અંદર રહ્યો. નગરીની અંદર પ્રથમથી ધાન્યાદિકને સંગ્રહ કરેલો નહીં હોવાથી સર્વ વસ્તુઓને સંકેચ થઈ પડ્યો. પછી નગરીની અંદર અને નગરીની બહાર રહેલા લશ્કરની વચ્ચે યુદ્ધ પ્રવત્યું. અનુક્રમે યુદ્ધ કરતાં અઢાર દિવસ નીકળી ગયા. તે અવસરે લક્ષણસેન રાજાએ કુમારદેવ વિગેરે મંત્રીઓની આગળ કહ્યું કે “જે આપણે આ શત્રુને દેશની અંદર પ્રવેશ કરતાં અટકાવ્યો નહીં તે ઘણું ખોટું કર્યું. હમણા કિલ્લો ઘેરાયેલો હોવાથી નગરીના લોકે દુઃખી થાય છે, તેથી પ્રાતઃકાળે નગરીની બહાર નીકળી યુદ્ધ કરવું અને તેને હું દંડ તે આપીશ જ નહીં.” એવી રીતે પ્રતિજ્ઞા કરી યુદ્ધની સામગ્રીને તૈયાર કરાવે છે. તે જ રાત્રીને વિષે કુમારદેવ નામના મંત્રીએ વિચાર કર્યો કે જયંતચંદ્ર રાજા મહાત્ સેન્યથી યુક્ત છે. અને પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર છે અને અમારો રાજા પણ પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર છે તે પણ તેવા પ્રકારની સેનાથી યુક્ત નથી. “શક્તિનું ઉલ્લંઘન કરી આરંભ કરે છે, તે સંપત્તિના વિનાશનું કારણ છે” તેથી હમણુ જે તે ઉપાયથી શત્રુને પાછો ફેરવ. એમ વિચાર કરી રાત્રીને વિષે ગુપ્ત વૃત્તિથી કુમારદેવ મંત્રી વિદ્યાધર મંત્રીની પાસે ગયા અને તેને નમસ્કાર કરી તેના મેળામાં પત્રિકા મૂકી તેની આગળ ઊભો રહ્યો. પછી વિદ્યાધર મંત્રીએ પૂછયું કે “તમે કોણ છે? અને શા માટે આવ્યા છો?” તેણે કહ્યું કે “હું લક્ષણુસેન રાજાને મંત્રી કુમારદેવ છું અને તમને મળવાને આવ્યો છું. મારે તમને કંઈક કહેવાનું છે, પરંતુ તે વચનથી કહેવાને અસમર્થ છું તેથી આ પત્રિકા કહેશે.”