Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૬૯
શ્રાદ્ધગુણુવિવરણુ
તેમની પૂજા અને સેવા વિગેરે કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. જેમ આમ જાને શ્રીમદ્ અપ્પભટ્ટ. આચાર્ય થી પાપની નિવૃત્તિ, પેતાના જીવનું સ ંરક્ષણ અને ઠેકાણે ઠેકાણે જયની પ્રાપ્તિ વિગેરે થઈ હતી. તેમજ કુમારપાળ રાજાને પણ તેમની સેવા કરવાથી શુદ્ધ ધમ' વિગેરેની પ્રાપ્તિ થઇ હતી. અથવા શ્રી હેમચદ્રાચાયથી કપર્દી શેઠની પેઠે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ ઠેકાણે તે જ શેઠનું વૃત્તાંત બતાવે છે.
શ્રી પત્તન(પાટણ) નગરમાં શ્રી કુમારપાળ રાજાના રાજ્યની અ'દર કપ નામે એક નિધન શ્રાવક રહેતા હતા. તે શ્રાવક દિવસમાં પેાતાની આજીવિકાના કાર્યોંમાં આકુળવ્યાકુળ હાવાથી રાત્રીને વિષે પૌષધશાળામાં આવી પ્રતિક્રમણ કરતા અને રાત્રીમાં ત્યાં જ સુઈ રહેતા. સંથારાપેારસી ભણાવ્યા પછી શ્રી હેમચ'દ્રાચાર્ય'ની વિશ્રામણા-ભક્તિ કરતા હતા. એક વખતે તે કપર્દીની સીમા વગરની સેવા અને ભક્તિથી શ્રી હેમચદ્રાચાય તેના ઉપર સંતુષ્ટ થયા અને કહ્યું કેતારા નિર્વાહ કેવી રીતે થાય છે? કપર્દીએ કહ્યું કે પેટલું લઈ ફેરી કરવાથી મારે નિર્વાહ થાય છે તે સાંભળી દયાથી અદ્ર થએલા ગુરૂમહારાજે તે કપર્દી શેડને રા મસ્તું ઇત્યાદિ ભકતામરસ્તેાત્રના અગીયારમા કાવ્યના આસ્રાય–ગુરૂગમ આપ્યા. તે શ્રેષ્ઠી બ્રહ્મચર્યનું પાલન, પૃથ્વી ઉપર શયન અને એક વખત ભેાજન વિગેરે કરવામાં તત્પર થઇ તેને ત્રિકાળ એકસેા આઠ વખત સ્મરણ કરે છે. એવી રીતે સ્મરણ કરતાં છ મહીના થવા પછી રાત્રીને વિષે કામધેનુના રૂપથી ચક્રેશ્વરી દેવીએ પ્રગટ થઇ કહ્યું ઃ-પ્રાતઃકાળે કેારા ઘડાઓ તૈયાર કરી રાખવા, તેની અંદર મારૂં દુધ નાંખવાથી તે ઘડાએ સુવણૅના થઇ જશે. બીજે દિવસે સેાળ મણના પ્રમાણવાળા બત્રીશ ઘડાએ કરાવ્યા પછી રાત્રિને વિષે તે કપદી શ્રેણીએ કામધેનુને દોહી એક ઘડા સ્થાપન કર્યાં. પ્રાતઃકાળે સવે ઘડાઓ સુવણૅ થી ભરાઇ ગયા. ત્રીજે દિવસે તેણે રાજા વગેરેને ભાજન કરવા માટે આમંત્રણ યુ”. પ્રથમ સ્થાપિત ઘડામાં રહેલા દુધના પરમાન્નથી રાજા વિગેરેને ભાજન કશળ્યું. પછી ગુરૂવર્ય શ્રીમદ્ હેમચંદ્રાચાય ને ખેલાવ્યા અને તે ઘડાએ બતાવ્યા. તે જોઇને સવને વિસ્મય થયું. તે પછી તે કપી હેાટી ઋદ્ધિવાળા વ્યવહારી-શેઠ થયે. આવી રીતે ગુરૂમહારાજની ઉપાસના ફળ આપનારી છે ઇત્યાદિ અથવા જેમ નાગાર્જુનને શ્રીમદ્ પાદલિપ્તાચાર્યની સેવાથી આકાશમાં ગમન કરવાને લેપ અને શ્રાવકના ધમ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ ખતાવે છે. સારા વ્રતમાં રહેવાવાળા જ્ઞાનવંત પુરૂષા જે કારણથી સબુધ્ધિને આપનાર થાય છે, એ હેતુથી તેમની પૂજાવડે વિવેકી પુરૂષ ધને કષ્ટ સિવાય પ્રાપ્ત કરે છે,