Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
સાધ્વગુણવિવરણ તો પણ અનર્થ પરિહાર તો અવશ્ય થાય.” વળી સમાન કુળમાં જન્મેલી રૂપવતી કન્યાની સ થે પાણીગ્રહણ કરાવે, ઘર સંબંધી કાર્યભારમાં નિયુક્ત કરે અને અનુક્રમે ઘરનું સ્વામીપણું અર્પણ કરે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે.
સરખા વંશનો, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ગ્ય વયવાળી અને સુંદર શરીરના અવયવાળી કન્યાનું પાણિગ્રહણ કરાવવા માં આવ્યું હેય તો ચિત્તમાં રતિ–પ્રીતિ થવા સંભવ છે અને જે વિપરીત ગુણવાળી કન્યાની સાથે સંબંધ કરવામાં એ વે તે ગૃહવાસ વિડંબનારૂપ થાય છે, તેથી યોગ્ય કન્યા સાથે પાણિગ્રહણ કરાવવું ઉચિત છે તથા ખરીદ, આવક અને ખર્ચના ઉપગરૂપ લક્ષણવાળા ઘરના બેજાને ઉપાડવાની યોગ્યતાને જાણી તેને ઘરકાર્યમાં નિયુક્ત કરે. તેમ કરવે થી હંમેશા તે કાર્યો કરવાની ચિંતાથી વ્યગ્ર ચિત્તવાળો હોવાથી તથા પિતામાં રવાતંત્ર્યપણાના અને ઉમાદ વિગેરેના અભાવથી તે ગ્યતા પ્રમાણે ખર્ચ વિગેરે કરે છે. પછી અનુક્રમે અહંકાર વિગેરે દેશને તિરસ્કાર કરનાર તે પુત્રને ગૃહરવામિત્વ અર્પણ કરે. જેથી તે પિતાના સમાન મનુષ્યથી પરાભવને પામે નહીં.” વળી તેના પ્રત્યક્ષમાં તેની પ્રશંસા કરે નહીં. દુવ્યસનોથી નાશ થએલાની દુર્દશા કહી સંભળાવે અને આવક અને ખર્ચમાંથી બાકી રહેલા દ્રવ્યનો પે તે જ તપાસ કરે. વ્યાખ્યા–“ પૂર્વભવમાં કરેલા સુકૃત–પુણ્યના ઉદયથી પિતાની સમાન ગુણવાળા અથવા અધિક ગુણવાળા તે પુત્રની પ્રશંસા તેના પ્રત્યક્ષમાં કરે નહીં તથા દુર્વ્યસનથી નાશ થએલાનું નિર્ધનપણું તિરસ્કાર અને તાડવા વિગેરે દુર્દશાને અભિપ્રાયપૂર્વક પુત્રને કહી સંભળાવે, જેથી તેવા પ્રકારના દુર્યસમાં પ્રવૃત્તિ કરે નહીં. તથા ખરચ અને આવકમાંથી બાકી રહેલા દ્રવ્ય ને પોતે જ તપાસ રાખે; જેથી પુત્રને આડા માર્ગે જવાને અવકાશ મળે નહિ; તથા પુત્રને રાજાની સભા દેખાડે અને દેશાંતરની અવસ્થાઓને પ્રગટ કરે ઇત્યાદિ પિતાનું પુત્ર પ્રત્યેનું ઉચિત આચરણ જાગવું.” હવે સ્વજન સંબંધી ઉચિત આચરણ કહે છે. “જન સંબંધી ઉચિત આચરણ એ છે કે, પિતાની ઘરની વૃદ્ધિના કાર્યોમાં હમેશાં સ્વજનેનું અવશ્ય સન્માન કરે, તેમજ હાનિ સંબંધી કાર્યમાં પણ તેમને સમીપમાં રાખે, વ્યાખ્યા- પિતા, માતા અને પત્નીના પક્ષમાં ઉત્પન્ન થએલા વજનને પુત્રના જન્મોત્સવ વખતે, તેનું નામ પાડતી વખતે, પુત્રના વાળ ઉતારવાની વખતે અને વિવાહાદિરૂપ ઘરની વૃદ્ધિના કાર્યોમાં ભજન,
સ્ત્ર અને તાંબૂલાદિક શુભ વસ્તુઓથી સત્કાર કરે, તેમજ પિતાના કુટુંબમાં મરણ થયું હોય તે કાર્યોમાં અને ઉત્તરક્રિયા વિગેરે હાનિજનક કાર્યોમાં પણ