Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૪૮
શ્રાદ્ધગુણવિવરણ આપી શકાય તેવા માતાપિતાને અરિહંતના ધર્મમાં સારી રીતે જોડી દેવા સિવાય તેમના ઉપકારનો બદલો આપવાને બીજો ઉપાય નથી. તેને માટે શ્રી જિનાગમમાં કહેવું છે કે–તિરું સુવિચાર સમારા રૂાહિ આ વાકયનું સવિસ્તર વર્ણન પ્રથમ અમે લખી આવ્યા છીએ ત્યાંથી જાણી લેવું. જેવી રીતે પિતા સંબંધી ઉચિત આચરણ બતાવ્યું છે, તેવી જ રીતે માતા સંબંધી પણ તે સઘળું ઉચિત આચરણ જાણી લેવું, પરંતુ પિતા કરતા માતામાં જે વિશેષ કરવાનું છે તે કહે છે-પિતાથી વિશેષ એટલું છે કે, માતાની અસદશ ચિત્તની અનુકૂળતાને વિશેષપણે પ્રગટ કરે અર્થાત્ માતાની ઈચ્છાનુસાર વર્તન કરે, કારણ કે સ્ત્રીઓના સ્વભાવને સુલભ એવા પરાભવને જનની વહન કરી શકતી નથી. એ હેતુથી માતાનું મન કોઈ પ્રકારે ખેદયુક્ત ન થાય તેવી રીતે વર્તન કરે. હવે સહેદર સંબંધી ઉચિત આચરણ કહે છે. સહેદરને વિષે ઉચિત આચરણું આ પ્રમાણે છે–સહેદર ભાઈને પિતાના આત્માની સદશ જુવે અને સર્વ કાર્યોમાં જયેષ્ઠ બંધુ હોય અથવા તે કનિષ્ઠ બંધુ હોય તે પણ બહુમાન કરે, જુદાઈ દર્શાવે નહિ, યથાર્થ અભિપ્રાય જણાવે સહેદરને યથાર્થ અભિપ્રાય પૂછે, વ્યવહારમાં પ્રવૃત્તિ કરાવે અને સદરથી થોડું પણ દ્રવ્ય છાનું રાખે નહીં. આ ઉચિત આચરણ વિનીત સોંદર સંબંધી છે. વળી કદાચિત સોંદર ખરાબ આચરણવાળા અને જાર પુરુષો વિગેરેના સંસર્ગથી અવિનીત પણ થાયઆવા કારણથી તે કાર્યમાં જે કરવું જોઈએ તે બતાવે છે-અવિનોત પણ સહેદરને અનુકૂળ વતન કરે, તેના મિત્ર પાસે એકાંતે ઉપાલંભ અપાવે અને સ્વજન વર્ગો પાસે બીજાના વ્યપદેશથી શિખામણ અપાવે. પોતે હૃદયમાં સ્નેહયુક્ત હોય તે પણ તે અવિનીત સહેદરની ઉપર કુપિત થએલાની પેઠે પિતાના આત્માને પ્રગટ કરે અને તે જ્યારે વિનયમાગને અંગીકાર કરે ત્યારે કપટ રહિત નેહપૂર્વક તેને બોલાવે. તેની ભાર્યા અને પુત્રાદિકને વિષે દાન તથા સન્માન કરવામાં સમાનદષ્ટિ થાય.
ભ્રાતૃ સંબંધી ઉચિત આચરણને સમાપ્ત કરી ભાર્યા સંબંધી ઉચિત આચરણ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે બ્રાતૃ સંબંધી ઉચિત આચરણ કહી કાંઈક ભાર્યા સંબંધી ઉચત આચરણ કહું છું. જેહ સહિત વચનથી સન્માન કરી તેણીને સન્મુખ કરે. તથા તે સ્ત્રીને શુશ્રુષાદિકમાં પ્રવૃત્તિ કરાવે, વસ્ત્ર તથા આભરણ વિગેરેને યોગ્યતા પ્રમાણે આપે અને જ્યાં લેકની ભીડ હોય એવા નાટક જેવા વિગેરે સ્થાનોમાં જવાનો નિષેધ કરે. રાત્રિમાં ઘરથી બહાર ફરવાનો પ્રચાર