Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
-
શ્રાદ્ધગુણુવિવરણું શબ્દાર્થ–પુરૂષને ઐકયતારૂપ સમુદાય છે તે જ કલ્યાણકારી છે. તેમાં પણ પિતાના પક્ષમાં તે સંહતિ-વિશેષપણે શ્રેયસ્કર છે. જેમ ત્વચા(તરા)થી ભ્રષ્ટ થએલા તંદુલ(ચેખાઓ)અંકુરિત થતા નથી, તેવી જ રીતે સંહતિ-સમુદાયથી ભ્રષ્ટ થએલા પુરૂષે ઉન્નતિને પ્રાપ્ત થતા નથી. ૭.
ભાવાર્થ-વળી પોતાના આત્મહિતની અભિલાષા રાખનાર પુરૂએ કારણિક પુરૂષની સાથે દ્રવ્ય સંબંધી વહીવટ કરે નહિ તે સ્વામીના સાથે દ્રવ્યને વહીવટ કેમ થાય? વ્યાખ્યા- પિતાના હિતને ઈચ્છનાર પુરૂએ લક્ષમી ચયના, રાજાના, દેવના અને ધર્મના અધિકારી વર્ગની સાથે તથા તેમનાથી આજીવિકા કરનાર અન્ય પુરૂષની સાથે પણ અર્થ સંબંધી-૧ સંબંધી વહીવટ કદિપણું કરે નહિ, કારણ કે તે પુરૂ દ્રવ્યને ગ્રહણ કરતી વખતે ખરેખર કૃત્રિમ આલાપ વિગેરેથી પ્રસન્નતાને દર્શાવે છે પરંતુ જ્યારે તે દ્રવ્ય પાછું લેવાને વખત આવે ત્યારે પિતાના આવેલા દ્રવ્યની ઉઘરાણું કરાએલા તે પુરૂષે પિતાના તિલના તુષ જેટલા ઉપકાર ને પ્રગટ કરી તે જ વખતે દાક્ષિણ્યતાને ત્યાગ કરે છે. તેથી નાગરિકોએ અધિકારી વર્ગની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરતાં વિચાર કરો, કારણ કે તેમની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરવામાં લક્ષ્મીને વિનાશ અને પરિણામે તેમની સાથે વૈર અને વિરોધ થવાનો પ્રસંગ પડે અવી છે, માટે નામરિકાએ વિચાર કરી તેમની સાથે વર્તન કરવું, જેથી ભવિષ્યમાં પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ આવે નહિ. કહ્યું છે કે --
द्विजन्मनः क्षमा मातु-द्वेषः प्रीतिः पणस्त्रियः ।
नियोगिनश्च दाक्षिण्यमरिष्टानां चतुष्टयम् ॥ ८॥ | શબ્દાર્થ બ્રાહ્મણોની સાથે ક્ષમા, માતાની સાથે દ્વેષ, વેશ્યાની સાથે પ્રીતિ અને અધિકારી વર્ગની સાથે દાક્ષિણ્યતા એ ચાર અશુભનાં કારણ છે. ૮.
ભાવાર્થ-વળી પ્રભુની સાથે તે વિશેષપણે દ્રવ્ય સંબંધી લેવદેવડ કરવી જ નહીં, કારણ કે તેમની સત્તા નીચે રહી દ્રવ્ય પાછું મેળખું તે દૂર રહ્યું પરંતુ પોતાના જાનમાલને પણ નાશ થવાને વખત આવે છે તેથી નાગરિકો એ દ્રવ્ય વ્યવહારમાં વિચારપુરસ્સર પ્રવત્તન કરવું જોઈએ,
ઉપર જણાવ્યા પ્રમાણે નાગરિક પ્રત્યેના ઉચિત આચરણને સમાપ્ત કરતાં પરતીથિક સંબંધી ઉચિત આચરણ કહે છે.