Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ પણ તે વિક્રમાદિત્ય વિગેરેની પેઠે અવિનાશી યશરૂ૫ શરીરથી જાણે આગળ સ્કુરાયમાન ન હોય તેમ પ્રકાશે છે. વધારે કહેવાથી શું? કહ્યું છે કે
" संपदि विपदि विवादे, धर्मे चाथ परार्थसङ्घटने ।।
देवगुरुकृत्यजाते स्फुरत्युदारः परं लोके ॥ ६॥" શયદાથ–આ લોકમાં ઉદાર માણસ સંપત્તિમાં, વિપત્તિમાં વિવાદમાં, ધર્મમાં અને અર્થમાં બીજાના અને સાધવામાં તથા દેવ અને ગુરુ સંબંધી કાર્ય પ્રાપ્ત થતાં સ્કુરાયમાન થાય છે. ૬
આથી આવકને અનુસાર ખરચ કરનાર થવું જોઈએ. જે આવકથી અનુચિત ખરચ હોય તે તે ખરચ જેમ રોગ શરીરને કૃશ કરી સંપૂર્ણ કાર્યમાં અશક્ત બનાવી દે છે, તેમ મનુષ્યના વૈભવરૂપ સારને કુશ કરી પુરુષને સંપૂર્ણ વ્યવસાયમાં અસમર્થ બનાવી દે છે. કહ્યું છે કે –
" आयव्ययमनालोच्य, यस्तु वैश्रमणायते ।
अचिरेणैव कालेन, सोन वै श्रमणायते ॥ ७॥" શદાથજે પુરુષ આવક અને ખરચને વિચાર કર્યા સિવાય કુબેરભંડારીના જેવી આચરણ કરે છે, તે પુરુષ થોડા જ વખતમાં ખરેખર આ લોકમાં સાધુ જેવું બની જાય છે. ૭
ભાવાર્થ-આવક અને ખરચને જે પુરૂષો બરોબર વિચાર કરતા નથી, તેમને બહુ સહન કરવું પડે છે. કેટલાએક પિતાની આવકના પ્રમાણુથી, બીજાની દેખાદેખીથી અને સ્વાથીઓની મોટી પ્રશંસાથી કુલાઈ જઈ ગજા ઉપરાંત દાન દે છે અથવા ભેગાદિકમાં લક્ષ્મીને વ્યય કરે છે અને તેથી જ્યારે તેની પાસેથી ધન ઘટી જાય છે, ત્યારે તે પોતે દાન લેવા ચાગ્ય થઈ જાય છે માટે દાનભેગાદિક લક્ષમીને વ્યય કરવો તે આવકનો વિચાર કરી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ફરમાન મુજબ દ્રવ્યના વિભાગ કરી પછી વ્યય કરે ઉચિત છે. માત્ર ધન ખરચી કત્તિ સંપાદન કરવાથી કિંવા ભેગ ભેગવવાથી આ મનુષ્યજન્મનું સાર્થક થતું નથી. ધન પુણ્ય પ્રમાણે મળે છે, તે બીજાની ઈષ્ય સ્પર્ધા ન કરતાં પિતાની શકિત અનુસાર દ્રવ્યને વ્યય કર. શકિત અનુસાર વ્યય કરનારને પ્રાયઃ ચિત્તની સમાધી રહેવાથી ધર્મધ્યાનાદિક કરવામાં વિપ્ન આવતું નથી. આત્માની ઉચતા એકાંત ગજા ઉપરાંત દ્રવ્ય ખરડ્યા કરતાં સમભાવમાં રહેવાથી વિશેષ