Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૧૪
શ્રાદ્ધગુણવિવરણ તેનું નામ પણ લઈશ નહીં. આજ તને ભેજન મળશે કે નહીં? તેને સંશય છે. એમ કહી લોકોએ તેને ત્યાં જતા અટકાવ્યું તે પણ રાજા તેને ઘેર ગયો. ત્યાં કૃપણને દેરડાં વણવા વિગેરે ખરાબ કામ કરતો જે અને તેની નજીક રહીને રાજાએ તેનું ભેજન તથા આચ્છાદાન ( કપડાં) પ્રમુખ જોઈ લીધું. પછી સાયંકાળે ઉતારે કરવાની ઇચ્છાવાળો અને માર્ગથી શ્રમિત થયેલે રાજા કદર્ય(પણ)ના ઘરની નજીકમાં દાન દેવાની શ્રદ્ધાવાળ ખવાટ( તાળીઓ) એવું બીજું નામ છે જેનું એવા ગેરવીંદ નામના બ્રાહ્મણની ઝુંપડીમાં ગયા. ત્યાં અભ્યાગતની ઈચ્છા રાખનાર ગોવીંદ બ્રાહ્મણે રાજાને ઉચિત સ્થાનમાં બેસાડયો અને ગોવીંદ રાજાના થાકને દૂર કરવાને અર્થે તેલની યાચના કરવા માટે કદર્યની પાસે ગયા અને તેલ માગ્યું. પણ તે આપતા નથી. ઘણું કહ્યું ત્યારે તેલના પુણયને ચેાથે ભાગ માગી લઈ એક કષને ચે ભાગ (સેળ માસા) ઘણી મુશ્કેલીથી આપ્યું. તે તેલથી રાજાના શરીરે મર્દન કર્યું અને ઉષ્ણ જળથી રાજાને સ્નાન કરાવ્યું. તે પછી આપસ આપસમાં આવવા વિગેરે કારણ પૂછતાં રાજાએ ગોવીંદને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા. ગોવીદે પોતાના ઘર આગળ રહેલા વડ વૃક્ષની ઉપર પ્રથમની પરિચયવાળી દેવીને પૂછયું, એટલે દેવીએ ખરી વાત કહી બતાવી. પછી ગેવિંદે રાજાની આગળ આ પ્રમાણે કહ્યું. તને ગોવાળીયાના
એક ગણું દાન અને સહસ્રગણું પુણ્ય” વચનનો નિશ્ચય નવ મહિનાને અંતે કાંતિ નગરીમાં થશે. વળી આ રાત્રીના પાછલા પહોરે મારું સપના દંશથી મૃત્યુ થશે અને અતિસારના વ્યાધિથી કદર્યનું પણ મૃત્યુ થશે. આ વાતનો નિર્ણય કરી તમારે કાંતિ નગરીમાં આવવું. તે જ પ્રભાતે તે જ પ્રમાણે બનાવ બને તેથી ગોવીંદની કહેલી વાત ઉપર પ્રતીતિવાળે રાજા કોઈ એક વનની અંદર જતા તેના રૂપથી પરાધીન થયેલી કેઈ વ્યંતરીથી સેવા કરાએલા રાજાએ નવ મહીના પૂર્ણ કર્યા. પછી કાંતિ નગરી તરફ જવાની ઈચ્છાવાળા તે રાજાને દેવીએ ઉપાડીને કાંતિ નગરી પાસે મૂકી દીધું. ત્યાં કાંતિ નગરીના દરવાજામાં પ્રવેશ કરતાં કેઈ દરિદ્ર સ્ત્રી પિતાની બાલિકાને ત્યાગ કરતી જોવામાં આવી. રાજાએ પૂછ્યું આ શું? તે સ્ત્રીએ કહ્યું કે-પ્રથમ પણ મારે દુગા એવી સાત કન્યાઓ છે અને આ આઠમી કન્યા થઈ તેને ત્યાગ કરું છું. આ વાત સાંભળી દયાળુ વિક્રમ રાજાએ સવા લાખ રૂપિયાની કિંમતની પોતાની મુદ્રિકા (વિટી) આપી તે બાલિકાની રક્ષા કરી. પછી રાજા નગરીની અંદર ગયો ત્યાં રાજમાર્ગમાં પડયે વગડાવવામાં આવતો