Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૧૨
શ્રાદ્ધગુણવિવરણ ધર્મ તથા પિતાના ઉપભેગમાં ખર્ચે અને ચોથા ભાગ પિષ્ય વર્ગના પિષણમાં ખર્ચે ૧. ધનવાન પુરુષને તો ખર્ચ કરવાનો વિભાગ આ પ્રમાણે છે. ધનવાન પુરુષ આવકમાંથી અડધો અડધ અથવા તે આવકથી અધિક ધર્મમાં વિનિયોગ કરે (ખરચે), પછી શેષ રહેલા દ્રવ્યથી આ લેક સંબંધી બાકીનાં તુચ્છ કાર્યો યતનાથી કરે છે ૨ વળી કહ્યું છે કે ધર્મ, ચાર, અગ્નિ અને રાજા એ ચાર દ્રવ્યના ભાગીદારે છે. તેમાંથી મોટા ભાગીદાર ધમનું અપમાન થએ તે પુરુષના ધનને ચેર, અગ્નિ અને રાજા આ ત્રણ ભાગીદારો બળાત્કારે હરણ કરી લે છે. જે ૩.
ભાવાર્થ_“વનાથાનિધિં પુર્યાત” દરેક ધર્મીષ્ઠ અથવા સુખી થવાની ઈચ્છાવાળા સામાન્ય પુરુષે પોતાની આવકના ચાર ભાગ કરવા જોઈએ. અને તેમાંથી ચતુર્થીશ ધર્મના ઉપગમાં વાપરવું, કારણ કે ધનપ્રાપ્તિ હમેશાં ધર્મથી થાય છે, માટે જે ધર્મથી ધનની પ્રાપ્તિ થઈ છે તેવા ધર્મને સર્વથી મુખ્ય ગણું સામાન્ય પક્ષવાળા પુરુષે પણ આયતમાંથી ઓછામાં ઓછો ચતુર્થેશ ધર્મ કાર્યમાં વ્યય કરવા ચૂકવું નહીં.
આવકને ચોથો ભાગ વેપારમાં રેક તથા ચોથા ભાગ સાચવી રાખવે, અને ચોથા ભાગથી વજન વર્ગનું પિષણ કરવું. આવી રીતે જે વર્તન કરવામાં આવે તે ચિત્તની સમાધીને ભંગ થવાને પ્રસંગ કેઈ પણ વખતે ઘણું કરીને આવતા નથી અને વ્યવહાર સારી રીતે ચલાવી શકાય છે. કેટલીએક વખત આવકને વિચાર કર્યા સિવાય ખરચ કરવામાં આવે છે, અને તેથી થએલી દ્રવ્યની હાનિવડે સારાં કુટુંબે પણ છિન્નભિન્ન થએલાં જઈએ છીએ. સામાન્ય લોક આવકના પ્રમાણથી અધિક ખરચ કરે, અને તેથી તેમની અવસ્થા શેચનીય થાય તેમાં કઈ નવાઈ નથી. રાજાઓ પણ પોતાના રાજ્યની આવક ઉપર ધ્યાન આપ્યા શિવાય પિતાની કીતિ જાહેરમાં લાવવા પિતાના ગજા ઉપરાંત દાનાદિકમાં લક્ષ્મીને વ્યય કરી પિતાનાં રાજ્યને ગુમાવી દે છે, એમ ઘણું ઉદાહરણે શારદષ્ટિથી તથા ઐતિહાસિક નજરે જોતાં માલુમ પડે છે, માટે આવકને અનુસારે ખરચ કરવામાં ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરવી.
ઉપર જણાવેલી બીના તો સામાન્ય ધનવાલા માટે બતાવી છે પણ જેની પાસે વિશેષ સમૃદ્ધિ હેય અને આવકનું સારું સાધન હોય તેને તે આવકમાંથી અડધે અડધ ધન ધર્મમાં વ્યય કરવું જોઈએ, કારણ કે ભવિષ્યની આપત્તિના બચાવ માટે