Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૩૦
શ્રાધ્ધગુણવિવરણ જિનેશ્વરની પૂજા કરતાં ઉપસર્ગો નાશ પામે છે, વિનરૂ૫ વેલડીઓ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે. ૮ જે પુરુષ ત્રણ જગતનાં મંગળના સ્થાનરૂપ એવા જિનેશ્વર ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરે છે, તે પુરુષને સર્વ સ્વપ્નો, શકુને, ગ્રહો અને નક્ષત્રો પ્રશસ્ત થઈ જાય છે. તે
તે આ પ્રમાણે પિતાના માતાપિતાને નાગમનાં વચને સંભળાવી અને પિતે નાગમને સાંભળવાની ઈચ્છામાં ઉસુક હૃદયવાળો તે સુદર્શન શ્રેણી જગતનું વાત્સલ્ય કરનાર એવા ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે ગયો. જેવામાં તે માર્ગમાં ચાલતો હતો તેવામાં અજુનમાળી પોતે મુદુગરને ઉગામી યમરાજાની પેઠે તેના સન્મુખ આવ્યો. તેને તેવી રીતે આવતે જોઈ સુદર્શન શ્રેણી જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈ તે જ ઠેકાણે કાયોત્સર્ગ કરી ઊભો રહ્યો. તે વખતે તે પરમેથી મહામંત્રના જાપથી અસહ્ય તેજવાળા અને વિસ્તારયુક્ત ધંયવાળા તે સુદર્શન શ્રેષ્ઠીને પરાભવ કરવાને અસમર્થ થએલ, રેષ રહિત થએલો અને ભય પામેલે યક્ષ પિતાના મુદ્દેગરને ગ્રહણ કરી, એકદમ અજુનમાળીના શરીરનો ત્યાગ કરી પોતાના રથાન પ્રત્યે ચાલ્યો ગયો. તેનાથી મુક્ત થએલો તે માળી છેદાએલા વૃક્ષની પેઠે ભૂમિ ઉપર પડી ગયો. ક્ષણવારમાં ચૈતન્ય આવ્યું. એટલે પિતાની આગળ ઉભા રહેલા સુદર્શનને જોયે. તે એજુનમાળીએ સુદર્શનને પૂછયું કે તમે કેણ છે? અને કયાં જાઓ છે? ત્યારે સુદર્શન તેને કણ ને અમૃત જેવી પ્રિય લાગે તેવી વાણી બોલ્યા હું શ્રમણોપાસક છું અને ભગવાન મહાવીરસવામીને વંદન કરવા જાઉં છું. હે અર્જુન! જો તમારી પણ સર્વજ્ઞને નમસ્કાર કરવાની ઈચ્છા હોય તો તમે પણ ચાલે. તે પછી ઉત્સુક થએલા તે અને સમવસરણને વિષે આવ્યા. ત્યાં ભક્તિપૂર્વક જિનેશ્વરને નમસ્કાર કરી ભગવાનની દેશનાને શ્રવણ કરે છે. તે દેશના આ પ્રમાણે છે.
मानुष्यमार्य विषयः सुकुलप्रसूतिः, श्रद्धालुता गुरुवचः श्रवणं विवेक ॥ मोहान्धिते जगति संप्रति सिद्धिसोध
सोपानपद्धतिरियं सुकृतोपलभ्याः ॥१०॥ अथवा-तिकालं जिणवंदनं पइदिण पूआ जहासत्तिओ।
सझाओ गुरुवंदनं च विहिणा दाणं तहावस्सयं । सत्तीए वयपालणं तह तवो अपुव्वनाणऊणं । एसो सावयपुंगवाण भणिओ धम्मो जिणंदागमे ॥ ११ ॥