Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૪િ૪
શ્રાદ્ધગુણવવરણ પુરૂષનું કલ્યાણ કેવી રીતે થાય?” નહિ પ્રાપ્ત થએલા પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ આશંસા વિગેરેથી વિમુખ થએલો અને શ્રદ્ધાથી વિસ્વર થએલા રેમરૂપ કંચુકને ધારણ કરતે શ્રમણે પાસક કર્મો નો નાશ કરવામાં હેતુરૂપ દાન અવ શ્ય સુપાત્રરૂપ મુનિઓને આપે. એવી રીતે સૂત્રમાં વર્ણવેલી વિધિવડે મોક્ષનું કારણભૂત દાન આપવું જોઈએ. તથા અનુકંપાદાન તીર્થકરેએ કેઈ ઠેકાણે નિષિદ્ધ કર્યું નથી. વ્યવસાયનું ફળ વૈભવ છે અને વૈભવનું ફળ સુપાત્રમાં વિનિયોગ કરે તે છે. તેનાં અભાવમાં વ્યવસાય અને વૈભવ પણ દુર્ગતિનું કારણ થાય છે. તથા બાહા, નાશવંત અને સુપાત્રમાં આપેલા દ્રવ્યથી જે નિત્ય અને અંતરંગરૂપ ધર્મ થાય તો શું પ્રાપ્ત થયું નથી? દેવ ગુરુને સંવિભાગ કરી દુઃખી પુરૂષ તથા બંધુવર્ગને આપી જે ભગવે છે તે ભગવેલું કહેવાય છે. તે સિવાય બાકી તે ઉદર ભરવું ગણાય છે. કહ્યું છે કે –
अहद्भ्यः प्रथमं निवेद्य सकलं सत्साधुवर्गाय च, प्राप्ताय प्रविभागतः सुविधिना दत्वा यथाशक्तितः। देशायातसधर्मचारिभिरलं साद्ध च काले यथा। भुञ्जीतेति सुभोजनं गृहवतां पुण्यं जिनर्भाषितम् ॥ ३॥
શબ્દાર્થ –પ્રથમ સર્વ વસ્તુ તીર્થકરોને નિવેદન કરી અર્થાત્ નિવેદ પરાવી પછી પ્રાપ્ત થએલા સાધુવર્ગને વિધિપૂર્વક વિભાગ કરી શક્તિ પ્રમાણે દાન આપી દેશાંતરથી આવેલા સાધર્મીઓની સાથે ભેજનકાળે ઉત્તમ ભજન કરે એ ગૃહસ્થને પવિત્ર ભજન છે, એમ જિનેશ્વરે એ કથેલું છે. ૩. : ? આ અતિથિલન ડું આપેલું હોય તે પણ તત્કાલ ઘણા ફળને આપનારું થાય છે, તે વિષે એક દુકાન્ત આ પ્રમાણે છે.
કેઈક ગામમાં દાન દેવાની બુદ્ધિવાળે અને ભદ્રિક પરિણતિવાળે સુધન નામે શેઠ હતું. તેને ધનશ્રી નામે ભાર્યા હતી તે પણ પિતાના સ્વામીના સમાન હવભાવશાળી હતી. એક વખતે કેઈ જૈન મુનિ પાસે તેણે નીચે જણાવ્યા પ્રમ ણે ધર્મદેશના સાંભળી. ' દેવની ભક્તિથી,ગુરુની ઉપાસનાથી, સર્વ પ્રાણીઓ ઉપર અનુકંપા કરવાથી, ચતપુરુષની સંગતિથી અને સિદ્ધાંતનું શ્રવણ કરવાથી હે લોકે! મનુષ્ય જન્મનું ફળ રહણ કરે. સત્પાત્રમાં દાન આપવું તે લક્ષમીનું આભૂષણ છે. વિરતિ (પરચ