Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાધ્ધગુણવિવરણ પદાર્થને વ્યય કરવારૂપ તાદાત્વિક વિષયસુખમાં લુબ્ધ થએલા વનહસ્તિની પેઠે ક પુરુષ અપત્તિના સ્થાનરૂપ થયો નથી? જે પુરુષને કામ ઉપર અત્યંત આસક્તિ હોય છે તે પુરૂષને બ્રહ્મદર વિગેરેની પેઠે ધન, ધર્મ અને શરીરને નાશ થાય છે. તથા ધર્મ અને કામનું ઉલ્લંઘન કરી ઉપાર્જન કરેલા દ્રવ્યને બીજાઓ અનુભવ કરે છે. અને પોતે તે હસ્તીને નાશ કરનાર સિંહની પેઠે અથવા મમ્મણ વિગેરેની પેઠે ઉત્કૃષ્ટા પાપનું ભાજન થાય છે. તથા અર્થ અને કામનું ઉલ્લંઘન કરી એકલા ધમની સેવા કરવી તે યતિઓને જ ધર્મ છે, પરંતુ અર્થકામની ઉપેક્ષા કરી કેવળ ધર્મ કરવો એ ગૃહસ્થને ધર્મ નથી. તથા બીજ ભેાજન કરનાર કણબીની પેઠે ધર્મને બાધા કરી અર્થ અને કામની સેવા કરે નહીં. તથા અધમી પુરુષને આગામી કાળે કાંઈપણ કલ્યાણકારી નથી. જે પુરૂષ પરલોકના સુખથી અવિરે ધી આ લેકના સુખને અનુભવ કરે છે, તે પુરૂષ અભયકુમારની પેઠે ખરેખર સુખી થાય છે. એવી રીતે અર્થને બાધ કરી એકલા ધર્મ અને કામને સેવનારા પુરૂષને ઘણું કરજ થાય છે. અને કામને બાધ કરી એકલા ધર્મ અને અર્થને સેવનારા પુરૂષને ગૃહસ્થપણાનો અભાવ થાય છે. અર્થાત ગૃહસ્થધમ ચાલી શક્ત નથી. આ પ્રમાણે તાદાત્વિક મૂળહર અને કાર્યને વિષે ધર્મ, અર્થ અને કામની પરસ્પર બાધા થવી સુલભ છે. એ ત્રણે પુરૂષનાં લક્ષણે આ પ્રમાણે છે.
- જે પુરૂષ કાંઈ પણ વિચાર કર્યા સિવાય ઉત્પન્ન થએલા દ્રવ્યને વ્યય કરે છે, તે તાદાત્વિક કહેવાય છે. જે પુરૂષ પિતા અને પિતામહના મેળવેલા દ્રવ્યને અનેક ન્યાયથી ભક્ષણ કરે છે અર્થાત ઉડાવે છે તે મૂળહર કહેવાય છે અને જે પુરૂષ
કરોને કે પિતાના આત્માને કષ્ટ આપી દ્રવ્યનો સંચય કરે છે, પરંતુ કાંઇપણ વ્યય કરતો નથી તે કદય કહેવાય છે. તેમાં તાદાત્વિક અને મૂળહર આ બન્નેનાદ્રવ્યનો નાશ થવાથી તેમના ધર્મ તથા કામને નાશ થાય છે. તેથી તેમનું કલ્યાણ નથી, કદને દ્રવ્ય સંગ્રહ તો રાજા, ભાગીદાર અને ચેર વિગેરેને ભંડાર કહે વાય છે તેથી તે દ્રવ્યનો સંગ્રહ ધર્મ તથા કામને હેતુ થતો નથી. ઈત્યાદિ. આમ કહેવાથી ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને બાધા કરવી ઉચિત નથી એમ પ્રતિપાદન કર્યું. જ્યારે ભાગ્યના એગથી ધર્મ, અર્થ અને કામમાંથી કોઈને બધા થવાને સભવ થાય ત્યારે ઉત્તરોત્તર બાધા થયે છતે પૂર્વ પૂર્વની બાધાનું ! રક્ષ કરવું. તેનું જ આ ઠેકાણે પ્રતિપાદન કરે છે. –
- જ્યાં કામને બાધ આવે ત્યારે ધ તથા અર્થને બાધા થવા દેવી